GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ચેતી જાઓ! નહીતર અમદાવાદ બાદ રાજ્યના આ શહેરમાં કોરોનાનો થશે વિસ્ફોટ

અમદાવાદ પછી સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર છે. જો સાવધાની નહીં રખાય તો, મે માસના અંત સુધીમાં સુરતમાં કેસો વધીને હજારોની સંખ્યામાં થઈ શકે છે તેવી ભીતી સુરત મ્યુનિસિપલ કમિશનરે કરી છે. તેમણે કહ્યું કે સુરતમાં સ્થિતિ વિકટ ન બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. બંછા નીધિ પાનીએ કહ્યું છે કે સુરતમાં પણ 1.50 લાખ કેસો આવવાની શક્યતા છે. સુરતમાં 10 દિવસનો ડબલિંગ રેટ રહે તો પણ 32 હજાર કેસો આવવાની ભીતિ કમિશ્નરે વ્યક્ત કરી છે.

સુરતમાં લોકડાઉનું ચુસ્ત પાલન નહીં થાય તો સ્થિતિ ગંભીર

જો સુરતમાં લોકડાઉનું ચુસ્ત પાલન નહીં થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો સ્થિતિ ગંભીર બની શકે છે. આ માટે સ્થાનિકોની જાગૃતિ અને સાવધાની ખૂબ જ જરૂરી છે. તો બીજી બાજુ સ્થિતિ વિકટ વધુ ગંભીર ન બને તે માટે સુરત કોર્પોરેશને હોસ્પિટલ બેડ, N 95 માસ્ક અને PPE કીટ વધારવા તજવીજ હાથ ધરી છે. જ્યાં સ્લમ વિસ્તારો છે ત્યાં ફીવર ક્લીનીક શરૂ કરવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ ન રાખવાના કારણે કેસોમાં વધારો થયો છે.

માલીબા કેમ્પસમાં 700 બેડની વ્યવસ્થા

સાથે જ શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઈનમાં રાખવા માટે સમરસ હોસ્ટેલમાં એક હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં માલીબા કેમ્પસમાં 700 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તદ્ઉપરાંત ખાનગી હોસ્પિટલોની પણ મદદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે, રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ સર્વેલન્સનો ટૂલ છે. આ કોઈ હાઈ સ્ટાન્ડર્ડ નથી. હાઈ સ્ટાન્ડર્ડ માટે આરટી-પીસીઆરથી ટેસ્ટ કરવામાં આવે છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરતમાં હવે હોટસ્પોટ વિસ્તારમાં કેસ ઓછા જોવા મળી રહ્યાં છે, પરંતુ નવા ક્લસ્ટર વિસ્તાર આવ્યા છે ત્યાં ખાસ કરીને સ્લમ વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.

અમદાવાદમાં 31 મે સુધી આઠ લાખ કેસ થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા અમદાવાદમાં 31 મે સુધી આઠ લાખ કેસ થઈ શકે છે છે તેવું મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપ્યું છે. વિજય નહેરાએ કહ્યું છે કે, 17 એપ્રિલે કોરોનાના 600 કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા છે. દર ત્રીજા દિવસે કેસો ડબલ થઇ રહ્યા હતા. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે. અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થાય છે તેના ઉપર કાબુ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે.

15 મે સુધીમાં 8 હજાર

વિજય નહેરાએ કહ્યુ કે, આપણે ત્રીજી તારીખ સુધી કોરોનાના કેસ ડબલ થવાનો રેટ જેટલો ઓછો થાય તેનો પ્રયત્ન કરવો પડશે. લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો મહાપાલિકાએ ટાર્ગેટ લગાવ્યો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસના ડબલિંગ રેટ સુધી પહોંચીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.

જો 3 મેના રોજ લોકડાઉન ખોલ્યું તો કેસમાં વધારો થશે

વિજય નેહરાનું આ નિવેદન જ સ્પષ્ટ ઈશારો કરે છે કે, જો ત્રીજી મેના રોજ લોકડાઉન ખુલ્લું કરવામાં આવશે તો કોરોનાના કેસોમાં જોરદાર વધારો થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. લોકોમાં જાગૃતતા જરૂરી છે. હાલ સરકાર શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે. જો કેસોમાં વધારો થશે તો અમદાવાદની સ્થિતિ અત્યંત ખરાબ થઇ જશે. અમદાવાદએ ગુજરાતભરમાં કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા સોળસો પચાસને પાર થઈ છે.

READ ALSO

Related posts

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આ 5 ધારાસભ્યો નહીં કરી શકે મતદાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!