GSTV

Coronaનો આતંક યથાવત: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 415 પોઝીટીવ કેસો, 29 લોકોનાં થયા મોત

કોરોના

ગુજરાતમાં સતત Coronaનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 415 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 29 દર્દીના મોત થયા છે. સાથે જ 1,114 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 279 કેસ નોંધાયા છે. જ્યારે 24 લોકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં Coronaના કુલ 2,21,610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 415
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 17632
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 29
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1114
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 11,894

આજે રાજ્યમાં 29 વ્યક્તિઓનાં કોરાનાનાં કારણે દુ:ખદ મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 1092 થયો છે

  • અમદાવાદ -24
  • સુરત – 01
  • મહેસાણા – 01
  • અરવલ્લી -02
  • જૂનાગઢ – 01

અમદાવાદમાં 172 સગર્ભાનાં 44 નવજાતો સંક્રમિત

રાજ્યમાં કોરોના મહામારી સૌથી વધારે અમદાવાદમાં જોવા મળી છે. ત્યારે અમદાવાદમાં ઘણી સગર્ભા સ્ત્રીઓએ તે સમયે સ્તબ્ધ થઈ ગઈ હતી, જ્યારે બાળકને જન્મ આપતાં પહેલાં તેમના ટેસ્ટમાં Corona પોઝીટીવ આવ્યો હતો. મોટાભાગની સ્ત્રીઓમાં Coronaના કોઈ બાહ્ય લક્ષણો દેખાતા નહોતા પરંતુ કન્ટેન્ટન્ટમેન્ટ ઝોનમાં અને કમ્યુનિટી ટ્રાંસફરથી તેમાં વાયરસનું સંક્રમણ ફેલાયું. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ, એસવીપી, સોલા સિવિલ, શારદાબેન અને એલજી હોસ્પિટલોમાં Coronaથી સંક્રમિત 172 મહિલાઓએ બાળકને જન્મ આપ્યો હતો, જેમાંથી 44 નવજાત સંક્રમિત જોવા મળ્યાં હતાં.

હવે ખાનગી લેબોરેટરીમાં થઈ શકશે ટેસ્ટ

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોનાના ટેસ્ટ થઈ શકશે. પરંતુ તે માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે આ માટે નોટિફિકેશન જારી કર્યું છે. જોકે ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ એમસીઆઈની ગાઈડલાઈન મુજબ કરવાનો રહેશે. જો કોઈ લેબ એમસીઆઈની ગાઇડલાઈનના નિયમનો ભંગ કરશે તો આરોગ્ય વિભાગ કડક પગલાં લેશે. 

તાપી જીલ્લો Corona મુક્ત

તાપી જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં હવે કોરોનાનો એક પણ ઐક્ટિવ કેસ નથી જેથી તાપી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. આજે અહીયા બે દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે..બંને દર્દીઓ ઉચ્છલ અને સોનગઢના રહેવાસી હતા. મહત્વનું છે કે તાપી જિલ્લો કોરોના મુક્ત થતા લોકોએ અહીયા રાહતનો શ્વાસ લીધો છે.

દાહોદ જીલ્લો Corona મુક્ત થવાની તૈયારીમાં

દાહોદ જીલ્લો કોરોના મુકત થવાની તૈયારીમાં છે. આજે વધુ 4 Corona દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે. શહેરની ઝાયડ્સ હોસ્પિટલમાથી વધુ 4 દર્દીને  રજા આપવામાં આવી છે. 4 દર્દીને રજા અપાતા હવે 2 જ દર્દી સારવાર હેઠળ છે.

વડોદરામાં વકર્યો કોરોના

વડોદરા શહેરમાં Coronaને કારણે ગઈકાલે રાત અને વહેલી સવાર સુધીમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટરને Coronaનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા માધુરીબેન ગોર, રાજમહેલ રોડ રાજસ્થાન સોસાયટીમાં રહેતા લીલાબેન પટેલ, રાજમહેલ રોડ શક્તિ પોળમાં રહેતા કલ્પનાબેન ખારવા અને ચોખંડી પાસે રહેતા પ્રવીણ પટણીનું ગઈ કાલે રાત્રિથી આજે વહેલી સવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

BJPના મહિલા કોર્પોરેટરનો Corona રિપોર્ટ પોઝિટિવ

અંતિમ સંસ્કાર Coronaની ગાઈડ લાઈન પ્રમાણે થયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા દિપીકાબેન પટણીની બે દિવસ અગાઉ તબિયત બગડતા તેઓને વાઘોડિયા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનો Corona ટેસ્ટ કરવામાં આવતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો હતો.

3 મહિલા સહિત 4 વ્યક્તિના મોત

તેમની સાથે સંપર્કમાં આવતા અન્ય એક મહિલા કાઉન્સિલર તેમજ ચાર કાર્યકરોનો પણ Coronaનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. વડોદરા શહેરના લઘુમતી કોમના કોંગ્રેસના માજી કોર્પોરેટર મંજુર ખાન પઠાણનું ગઈકાલે કોરોનાને કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પણ મહિલા કોર્પોરેટર અને કાર્યકરો પણ Coronaના શંકાસ્પદ દાયરામાં આવી ગયા છે.

READ ALSO

Related posts

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!