GSTV

50 દિવસમાં વિશ્વમાં 3 ગણા તો ભારતમાં 11 ગણા વધ્યા Coronaના કેસ, આ 2 દેશોમાં કોરોના બેકાબૂ

Corona

Last Updated on June 18, 2020 by Arohi

વિશ્વમાં કોરોના (Corona) વાયરસનો પ્રભાવ 50 દિવસમાં વધીને ત્રણ ગણો થઇ ગયો છે. વિશ્વમાં હાલ કોરોના વાયરસના કુલ 84 લાખ કેસ છે. દેશોની વાત કરીએ તો ચીન અને યુરોપમાં ઘણા દેશોમાં વાયરસનો પ્રકોપ ઘટ્યો છે. બીજી તરફ ભારત, પાકિસ્તાન, રશિયા અને બ્રાઝીલ જેવા દેશોમાં તેની ઝડપમાં વધારો થયો છે. અમેરિકા અને બ્રાઝીલમાં કોરોના વાયરસ બેકાબુ થઇ ગયો છે.

Corona

50 દિવસની અંદર Coronaના 11 ગણા કેસ

ભારતમાં 50 દિવસની અંદર 11 ગણા કેસ વધી ગયા છે.  ભારતમાં કોરોના વાયરસના અત્યારસુધી 3.66 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. દેશમાં આ વાયરસને કારણે 12,600 લોકોના મોત નિપજ્યા છે. ગત 50 દિવસોમાં ભારતમાં 11 ગણા કેસ વધ્યા છે અને મૃત્યુઆંક 12 ગણો વધ્યો છે. વિશ્વમાં અત્યારસુધી 84.06 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે જેમાંથી 4.51 લાખ લોકોના મોત નિપજ્યા છે. દુનિયાની સરેરાશ પર નજર નાંખીએ તો ઘણા દેશોમાં કોરોના ઝડપથી વધી રહયો છે તો અમુક દેશોએ તેની પર નિયંત્રણ મેળવી લીધું હોવાનું દેખાઈ રહ્યું છે.

Corona

50 દિવસ અગાઉ દેશમાં Coronaના 31 હજાર કેસ હતા

ભારતમાં 50 દિવસમાં ભારતમાં 11 ગણા કેસ વધ્યા છે. 50 દિવસ એટલેકે 28 એપ્રિલના રોજ દેશમાં 31,324 કેસ હતા. આ દિવસ સુધી ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1008 હતી. હવે આ સંખ્યા વધીને અનુક્રમે 3.66 લાખ અને 12,600 થઇ ગઈ છે. 50 દિવસ અગાઉ વિશ્વમાં 31 લાખ કેસ હતા  વિશ્વની વાત કરીયે તો 28 એપ્રિલના રોજ વિશ્વમાં આશરે 31 લાખ કેસ હતા જે હવે 18 જૂને વધીને 84 લાખ થઇ ગયા છે. આ રીતે વિશ્વમાં 28 એપ્રિલે મૃત્યુઆંક 2.21 લાખ હતો જે હવે વધીને 4.48 લાખ થઇ ગયો છે. એટલે કે વિશ્વમાં 50 દિવસ દરમિયાન મૃત્યુઆંક બમણાંથી પણ વધી ગયો છે.

Read Also

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!