GSTV

ભાજપ શાસિત રાજ્યોમાં કોરોનાનું સાચુ ચિત્ર છુપાવવા કરાઇ રહી છે આ ગોલમાલ, આ 2 રાજ્યો કેસ છુપાવવામાં મોખરે

કોરોના

Last Updated on June 29, 2020 by Bansari

દેશભરમાં કોરોના વાયરસ દિવસેને દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કૂદકેને ભૂસકે કેસ વધી રહ્યાં છે છતાં લોકોમાં આ ઘાતક વાયરસને લઇને એટલી ગંભીરતા જોવા નથી મળી રહી. પીએમ મોદી પણ દેશવાસીઓને ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી ચુક્યાં છે.  ઘણાં એવા રાજ્યો છે જેને અનલોક-1 ભારે પડ્યું છે. તેવામાં જો ફક્ત ભાજપ શાસિત રાજ્યોની વાત કરીએ તો આ રાજ્યોમાં સ્થિતિ અતિગંભીર છે. જે પ્રમાણે કેસ વધી રહ્યા છે ત્યાં સામે ટેસ્ટની ટકાવારી ચોંકાવનારી છે. એવું કહી શકાય કે અહીં ટેસ્ટ થતાં જ નથી. સરકાર ભલે કોરોના અંકુશમાં હોવાના બણગા ફૂંકે પરંતુ વાસ્તવિક ચિત્ર કંઇક જુદુ જ છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં આવનારા સમયમાં ચૂંટણી થશે જેમાં ભાજપને કોરોના મોટો ફટકો પાડી શકે છે. આ રાજ્યોમાં આંખના પલકારે વધતાં કેસો સામે ટેસ્ટિંગની વાત કરીએ તો તેમાં પણ સરકારની મોટી ગોલમાલ છે. ચાલો એક નજર કરીએ આંકડાઓ પર…

દેશમાં સૌથી વધુ 30 કરોડ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ટેસ્ટિંગની ટકાવારી અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે. ત્યારે બિહારમાં પણ કંઇક આવી જ સ્થિતિ છે. સંખ્યા પ્રમાણે સૌથી વધુ ટેસ્ટિંગ તમિલનાડુમાં થયા છે પરંતુ વસ્તી અનુસાર સૌથી વધુ ટેસ્ટિંગ દિલ્હીમાં થયા છે.

સૌથી ઓછા ટેસ્ટ પ્રતિ 10 લાખ

રાજ્ય ટેસ્ટ
બિહાર 1,660
ઉત્તર પ્રદેશ 2,947
ઝારખંડ 3,616
મધ્યપ્રદેશ 4,098
પશ્વિમ બંગાળ 4,729
ગુજરાત 5,257
મહારાષ્ટ્ર 7,588

સૌથી વધુ ટેસ્ટ પ્રતિ 10 લાખ

દિલ્હી 24,141
આંધ્રપ્રદેશ 16,121
તમિલનાડુ 14,234
રાજસ્થાન 10,157
પંજાબ 9,525
કર્ણાટક 8,840
હરિયાણા 8,619

દેશના આ રાજ્યો સંક્રમણ રોકવામાં નિષ્ફળ

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 9,00,423 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 1,62,168 છે. દેશમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રની છે. ટેસ્ટની વાત કરીએ તો દર 100 ટેસ્ટમાં અગાઉ માત્ર 7 પોઝિટિવ આવતા હતાં જ્યારે આ સંખ્યા વધીને હવે 20 થઇ ગઇ છે. આટલી ભયાવહ સ્થિતિ દુનિયામાં માત્ર બ્રાઝિલની છે.

દિલ્હી

દિલ્હીમાં અત્યાર સુધી 4,78,336 ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. અહીં દર્દીઓની સંખ્યા 80,188 છે. દિલ્હીમાં ટેસ્ટિંગ ચાર ગણું વધારી દેવામાં આવ્યું છે છતાં અહીં દર 100 ટેસ્ટમાંથી 17 પોઝિટિવ આવે છે. મે મહિનામાં આ દર માત્ર 7 હતો.

કોરોના

ગુજરાત

ગુજરાતની સ્થિતિ પણ એટલી જ ભયાવહ છે. અહીં કુલ 3,57,148 ટેસ્ટ કરનામાં આવ્યાં છે તેની સામે દર્દીઓની સંખ્યા 30,776 છે. રાજ્યમાં કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે અહીં માત્ર 3,57,148 ટેસ્ટ થયા છે. ટેસ્ટના આંકની સરખામણી કરીએ તો ગુજરાતમાં જેટલાં ટેસ્ટ થયાં છે તેટલા ટેસ્ટ માત્ર 7 હજાર કેસ વાળા રાજ્ય આસામમાં કરવામાં આવ્યાં છે. ત્યારે 30 હજાર કેસની સામે ટેસ્ટિંગની ટકાવારી કેટલી ઓછી છે તે ચિત્ર સ્પષ્ટ છે.

તમિલનાડુ

તમિલનાડુમાં કુલ 1,077,454 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 78,335 છે. દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ આ રાજ્યમાં થયા છે ત્યારે પોઝિટિવ કેસનો દર અહીં 2 હતો જે વધીને હવે 7 પર પહોંચી ગયો છે. એક રીતે કહી શકાય કે અહીં ટેસ્ટિંગ કરતાં સંક્રમણ વધ્યું છે.

હરિયાણા

રાજ્યમાં અત્યાર સુધીમાં 2,47,139 ટેસ્ટ કરવામાં આવ્યાં છે તેની સામે કુલ સંક્રમિતોની સંખ્યા 13,427 છે. હરિયાણામાં અચાનક કોરોના વિસ્ફોટ થયો છે. મે મહિનામાં અહીં પોજોટિવ કેસનો દર માત્ર 1 હતો જે હવે વધીને 5 થઇ ગયો છે.

Corona

ઉત્તર પ્રદેશ

દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઘણું ઓછુ છે. અહીં અત્યાર સુધીમાં 6,63,096 ટેસ્ટ થયા છે. તેની સામે કુલ 21,549 કેસ સામે આવ્યાં છે. અહીં દર 100 ટેસ્ટે 3 પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સાથે જ આ દરમાં વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં આ દર 2 હતો.

દેશમાં કોરોનાનો નવો રેકોર્ડ

મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં રવિવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. પરિણામે દેશમાં પણ રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 21,203 કેસ નોંધાયા હતા અને વધુ 390નાં મોત નીપજ્યાં હતાં.

આ સાથે પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5,41,040 થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 16,478 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,20,887 દર્દી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આમ, ભારતમાં કોરોનાનો રીકવરી રેટ 59.30 ટકા થયો છે.

એક જ દિવસમાં 15000થી વધુ કેસ

દેશમાં કોરોનાની સ્થિતિ વધુ ને વધુ ગંભીર થઈ રહી હોવાથી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશે તેમની કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધુ આકરી બનાવતાં ડોર-ટુ-ડોર સરવે હાથ ધરવાની જાહેરાત કરી છે. અગાઉ દિલ્હી, ગોવા, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોએ પણ આ સ્ટ્રેટેજી અપનાવવાની જાહેરાત કરી હતી. દેશમાં રવિવારે સતત પાંચમા દિવસે કોરોનાના 15,000થી વધુ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ભલે 5.41 લાખથી વધુ થઈ હોય પરંતુ સિૃથતિ અત્યંત ખરાબ નથી. કારણ કે કોરોનાના આ 5.41 લાખ દર્દીઓમાંથી 3.20 લાખથી વધુ દર્દી સાજા થઈ ગયા છે.

હાલ કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા એકંદરે 2.03 લાખ જેટલી છે જ્યારે તેના કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા લગભગ સવા લાખ જેટલી વધુ છે. આ બાબત દર્શાવે છે કે રાજ્યો દ્વારા કોરોના સામેની લડતમાં લેવાયેલા પગલાં પ્રોત્સાહનજનક છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશમાં સૌથી વધુ છે, ત્યાં રવિવારે એક દિવસમાં સૌથી વધુ 5,493 નવા કેસ નોંધાયા હતા. પરિણામે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,64,626 થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 7429 થયો છે તેમ એક સ્વાસ્થ્ય અિધકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ રવિવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં તમિલનાડુમાં નવા 3,940 કેસ સામે આવ્યા છે. આ સાથે તમિલનાડુમાં કોરોનાના કુલ કેસ 82,275 થયા છે જ્યારે મૃત્યુઆંક 1079 થયો છે.

corona

ગુજરાતમાં પણ રવિવારે નવા 624 કેસ સામે આવતાં કુલ કેસ 31,397 અને મૃત્યુઆંક 1809 થયો હતો. આંધ્ર પ્રદેશમાં નવા 813 કેસ જ્યારે પશ્ચિમ બંગાળમાં નવા 572 કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં પણ નવા 1,200 કેસ સામે આવતાં કુલ કેસની સંખ્યા 13,190 થઈ હતી.

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતાં સત્તાવાળાઓ દ્વારા નવી વ્યૂહરચનાનો અમલ કરાયો છે, જેના ભાગરૂપે કોવિડ-19ના કન્ટેનમેન્ટ ઝોન 218થી વધારીને 417 કરાયા છે અને અંદાજે 2.45 લાખ લોકોનો ડોર-ટુ-ડોર સરવે કરાઈ રહ્યો છે.

6ઠ્ઠી જુલાઈ સુધીમાં દરેક ઘરના સ્ક્રિનિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે તેમ એક અિધકારીએ જણાવ્યું હતું. આઈસીએમઆરના સેરોપ્રીવલન્સ સરવેમાં જણાયું હતું કે કોલકાતામાં અંદાજે 14 ટકાથી વધુ લોકોમાં કોવિડ-19 એન્ટીબોડી ડેવલપ થઈ છે.

વરિષ્ઠ ડોક્ટરોના જણાવ્યા મુજબ આ સરવે સંકેત આપે છે કે કોરોના વાઈરસનું ટ્રાન્સમિશન મેટ્રોપોલીસમાં ચરમ સીમા પર છે. દરમિયાન બિહારમાં એક મંત્રી વિનોદ કુમાર સિંહ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કટિહાર જિલ્લામાં એક સિટી હોટેલમાં આઈસોલેશન વોર્ડમાં મોકલી દેવાયા છે.

Read Also

Related posts

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!