GSTV

ઘાતક કોરોનાની બીજી લહેર હવે પડી ધીમી , છેલ્લા 24 કલાકમાં 135 કેસો નોંધાયા, આજ સાંજ સુધીમાં કુલ 4,53,300 વ્યક્તિઓનું થયું રસીકરણ

Last Updated on June 22, 2021 by pratik shah

ગુજરાતમાં ઘાતક કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી ગઈ છે, બીજી તરફ નવા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 135 કેસો નોંધાયા છે. રાજ્યના ત્રણ નગરો જેમ કે અમદાવાદ, રાજકોટ, સુરતમાં જ ડબલ ફિગરમાં કેસો નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, જૂનાગઢ અને આણંદમાં એક એક એટલે કે કુલ ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે.સાથે સાથે રાજ્યમાં સાંજે 5.00 વાગ્યા સુધી કુલ 4,53,300 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કોરોના રસીકરણમાં ગુજરાત ત્રીજા નંબરે આવ્યું છે.

ગુજરાતમાં 612 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા

ગુજરાતમાં 612 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે, રાજ્યના રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. આંકડો 98.15 પર પહોંચ્યો છે. સાથે સારા સમાચાર એ છે કે ગુજરાતના 9 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

દેશભરમાં વેક્સિનેશનના ‘સ્પોટ રજીસ્ટ્રેશન’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે..ત્યારે ગુજરાતમાં પણ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ચાર લાખ 87 હજાર વ્યક્તિઓએ કોરોના રસી લગાવી છે.. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૨.૨૫ કરોડને પાર થઇ ગયો છે. દેશભરમાં સૌથી વધુ વેક્સિનેશનમાં 2.81 કરોડ સાથે મહારાષ્ટ્ર  પ્રથમ ક્રમે છે..જ્યારે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા ક્રમે  છે.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!