GSTV

થઈ જાવ સાવધાન! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 નવા કેસ, 60% એક્ટિવ કેસ માત્ર અમદાવાદ અને વડોદરામાં

Last Updated on November 26, 2021 by pratik shah

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં સળંગ આઠમાં દિવસે એક્ટિવ કેસનો આંક ૩૦૦થી વધારે રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, વડોદરામાંથી ૮, સુરતમાંથી ૩, જામનગર-કચ્છ-નવસારીમાં ૨, રાજકોટ-ભરૃચ-ગીર સોમનાથ-પોરબંદરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૭, ૩૨૭ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૯૨૦ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.

રાજ્યમાં હાલ ૩૧૫ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ ૧૨૮, વડોદરા ૬૨, સુરત ૨૭, વલસાડ ૧૮, જામનગર ૧૬, રાજકોટ ૧૩ સાથે સૌથી વધુ એક્ટિવ કેસમાં મોખરે છે. આ સ્થિતિએ ગુજરાતના કુલ એક્ટિવ કેસમાંથી ૬૦% માત્ર અમદાવાદ-વડોદરામાંથી છે. રાજ્યમાં ગુરુવારે વધુ ૫.૧૬ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૭.૮૯ કરોડ થયો છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત/ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર/ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!