GSTV

રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 980 પોઝિટિવ કેસ સાથે 6નાં મોત તો 1107 લોકો થયા સાજા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 980 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1107 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,704 પર પહોંચી ગયો છે. તો હાલમાં 63 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,52,995 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 58,97,627 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,17,506 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,17,299 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 207 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા- 980
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 170053
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1107
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,52,995
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા -13354

રાજકોટમાં 5 દર્દીઓનાં મોત

રાજકોટમાં કોરોનાના લીધે  5 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. રાજકોટમાં ધીમે ધીમે કોરોનાના સંકટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દર્દીઓના મૃત્યુનું આખરી કારણ ડેથ ઓડિટ કમિટી નક્કી કરશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને થયો કોરોના

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમણે આ અંગે ગુરૂવારે ટ્વીટ કરી જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો ટેસ્ટ કરાવી લેવા જણાવ્યુ છે.

કોરોનાનાં મૃત્યુદરમાં થયો ઘટાડો

ભારતના ઘણા રાજ્યોમાં, તહેવારની સિઝનને કારણે કોરોના વાયરસનાં ચેપનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોના ચેપના કેસોમાં વધારો થયો છે. જો કે, રાહતની વાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ દર નીચે આવી ગયો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મૃત્યુદરમાં થયો અધધ વધારો, આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!