GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

કોરોના

દેશ અનલોક-2 તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં અનલોક-2ના બીજા દિવસે કોરોનાનો આંકડો ચિંતાજનક રહ્યો છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી. રાજ્યમાં અમદાવાદ બાદ સુરત કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. આજે કોરોના કેસ મામલે સુરત અમદાવાદ કરતા આગળ નિકળી ગયું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 681 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1888 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 33,999 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 563 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. કોરોનાના સંક્રમણ મામલે આજે સુરતે અમદાવાદની સાઈડ કાપી છે. આજે નોંધાયેલા કુલ 681 કેસમાંથી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ સાથે કુલ 211 કેસ આવ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશન એરિયામાં આજે 191 અને જિલ્લામાં 36 કેસ સાથે કુલ 227 કેસ આવ્યા છે. આમ આજે સુરત અમદાવાદથી આગળ નિકળી ગયું છે.

અન્ય મહાનગરોની સ્થિતિ જોવામાં આવે તો વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 46 અને જિલ્લામાં 11 કેસ સાથે કુલ 57 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 4 અને જિલ્લામાં 22 કેસ, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 11 અને જિલ્લામાં 3 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 10 અને જિલ્લામાં 1 કેસ, જુનાગઢ કોર્પોરેશન એરિયામાં 9 અને જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 7442 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 24,601 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1888 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

  • સુરત 227
  • અમદાવાદ 211
  • વડોદરા 57
  • રાજકોટ 26
  • ભાવનગર 14
  • જૂનાગઢ 13
  • બનાસકાંઠા 12
  • સુરેન્દ્રનગર 12
  • જામનગર 11
  • પાટણ 10
  • ભરૂચ 10
  • મહેસાણા 9
  • વલસાડ 8
  • ગાંધીનગર 7
  • અમરેલી 7
  • ખેડા 5
  • કચ્છ 5
  • અરવલ્લી 4
  • પંચમહાલ 4
  • નવસારી 4
  • આણંદ 3
  • બોટાદ 3
  • સાબરકાંઠા 3
  • ગીર સોમનાથ 3
  • દાહોદ 3
  • છોટા ઉદેપુર 3
  • મોરબી 3
  • મહીસાગર 1
  • દેવભૂમિ દ્વારકા 1
  • પોરબંદર 1
  • તાપી 1

READ ALSO

Related posts

બેડમિન્ટન સ્ટાર ચિરાગ-સાત્વિક હાલમાં હૈદરાબાદ કેમ્પમાં સામેલ નહીં થાય

Mansi Patel

મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર! મોદી સરકાર ટૂંક સમયમાં જ આપશે આ મોટી ભેટ

Arohi

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!