GSTV

અમદાવાદમાં નવેમ્બરમાં કોરોના વકર્યો : અત્યારસુધીમાં સૌથી વધારે કેસ, કોરોનાનો ઉથલો ગુજરાતને ભારે પડ્યો

અમદાવાદ શહેરમાં છેલ્લા ૯ માસમાં નવેમ્બર માસમાં જ સૌથી વધુ કોરોનાના ૭,૩૩૦ દર્દીઓને ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડાયા છે. માર્ચ માસથી અત્યાર સુધીમાં એવરેજ મહિનાના ૩ થી ૪ હજારની આસપાસ કોરોનાના દર્દીઓ આવ્યા છે. જ્યારે નવેમ્બર માસમાં એકાએક જ કોરોના સંક્રમણે ઉથલો માર્યો હોય તેમ કોરોના દર્દીઓનો આંકડો ૭ હજારને પાર પહોંચી ગયો છે. શહેરમાં કોરોનાનો કહેર કેટલો વધી ગયો છે તેનો અંદાજ ચાલુ માસે કોરોનાના દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડવા માટે ૧૦૮ વાને મારેલા આંટાઓ પરથી આવી શકે છે. અમદાવાદમાં માર્ચ માસથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૪૩,૭૨૮ દર્દીઓને ૧૦૮ દ્વારા હોસ્પિલટમાં સારવાર અર્થે ખસેડાયા છે.

દર્દીઓનો આંકડો ૭ હજારને પાર પહોંચી ગયો

કોરોનાનો ઉથલો ગુજરાતને ભારે પડ્યો

કોરોના કાળમાં ઇમરજન્સી સેવા ૧૦૮ની કામગીરી અંગે ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણના જોખમો વચ્ચે પણ લોકોના જીવ બચાવવાની પડકારજનક કામગીરી છેલ્લા ૯ માસથી સતત અને દિવસ-રાત કોઇપણ સમય જોયા વગર કરવામા ંઆવી રહી છે. ગુજરાતમાં માર્ચ માસમાં કોરોનાના કેસ જોવા મળ્યા ત્યારે અમદાવાદમાંથી ૬૭૩ અને રાજ્યમાંથી ૧,૬૬૩ કોરોનાના દર્દીઓને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરાઇ હતી. એપ્રિલ માસથી અમદાવાદમાં ૩ હજારથી વધુ અને રાજ્યમાં ૧૦ હજારથી વધુ કેસ આવવા લાગ્યા હતા.

એપ્રિલ માસથી અમદાવાદમાં ૩ હજારથી વધુ અને રાજ્યમાં ૧૦ હજારથી વધુ કેસ આવવા લાગ્યા

અમદાવાદમાં અત્યાર સુધી એ સિસ્ટમ હતી કે કોરોનાનો દર્દી મળે ત્યારે ૧૦૮ દ્વારા તેને સામાન્ય રીતે સોલ, સિવિલ અને વી.એસ. હોસ્પિટલમાં તેમજ દર્દી કહે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હતા. પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસો વધતા અમદાવાદમાં લગભગ તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ રહ્યા છે. તેવામાં દર્દી કહે તે હોસ્પિટલમા ંલઇ જઇએ ત્યારે જાણવા મળે કે આ હોસ્પિટલમાં બેડ ખાલી નથી તેથી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા દોડવું પડતું હતું.

ઇમરજન્સી સેવા 108 દ્વારા કોરોનાના કેટલા દર્દીઓને સારવાર અર્થે ખસેડાયા ?

મહિનોઅમદાવાદગુજરાત
માર્ચ૬૭૩૧,૬૬૩
એપ્રિલ૩,૯૭૯૯,૮૧૯
મે૬,૫૧૨૧૩,૦૪૯
જુન૪,૨૯૫૯,૪૯૫
જુલાઇ૪,૫૮૦૨૦,૮૦૭
ઓગષ્ટ૪,૬૪૪૧૮,૮૩૧
સપ્ટેમ્બર૬,૬૯૧૨૨,૭૪૬
ઓક્ટોબર૫,૦૨૪૧૨,૨૯૩
નવેમ્બર૭,૩૩૦૧૩,૦૯૯
કુલ૪૩,૭૨૮૧,૨૧,૮૦૨

(નોંધઃ નવેમ્બર માસના આંકડા તા.૨૫ સુધીના છે)

આ સંજોગોમાં સમય, શક્તિનો વેડફાટ , હેરાનગતિની સાથે દર્દીને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ અવરોધાતું હતું. ૧૦૮ની વાન એક જ દર્દીને લઇને જુદીજુદી હોસ્પિટલોમાં ફર્યા કરતી અને તેના માટે બેડ શોધ્યા કરતી હતી. આ સંજોગોમાં આ વાન રોકાયેલી રહેતા અન્ય દર્દીઓને તાત્કલિક અને ઝડપી સારવાર આપવામાં વિલંબ થતો હતો.

આથી હવે કઠવાડા ખાતેના ૧૦૮ના કંટ્રોલરૂમમાં જ એએમસીના સ્ટાફને બેસાડી દેવાયો છે કોરોનાના કોઇ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડતા પહેલા જ કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તે જાણી દર્દીને તેની પસંદગીની હોસ્પિલટમાં ખસેડવામા ંઆવી રહ્યા છે. આ કામગીરીથી સમય, શક્તિના બચાવની સાથે દર્દીેને તાત્કાલિક સારવાર આપવાની કામગીરીમાં સુધારો જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani

પ્રથમ દિવસે ના પૂર્ણ થયો વેક્સિન લગાવવાનો ટાર્ગેટ, 1.91 લાખ લોકોને જ લગાવવામાં આવ્યા ડોઝ

Ali Asgar Devjani

ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!