GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ચિંતાજનક! શહેરના નદીપારના વિસ્તારમાં કોરોના વિસ્ફોટ, પોશ વિસ્તારમાં લોકો ટેસ્ટ અને રસી મામલે ઉદાસીન

અમદાવાદના નદીપારમાં આવેલાં જોધપુર ઉપરાંત નવરંગપુરા, બોડકદેવ ઉપરાંત સરખેજ અને થલતેજ વોર્ડ કોરોના સંક્રમણમાં થતા વધારા માટેનું એપી સેન્ટર બની રહ્યા છે.આ તમામ વોર્ડ વિસ્તારમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવામાં કે કોરોના વેકિસન લેવા મામલે ઉદાસીન વલણ અપનાવી રહ્યા હોવાનું બહાર આવ્યુ છે.આ બેદરકારી કોરોના સંક્રમણમાં આવનારા સમયમાં પરિસ્થિતિ હજુ વણસી શકે એવી સંભાવના વ્યકત કરાઈ છે.

જુન મહિનાની શરુઆત થી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો 

કોરોના

શહેરમાં હાલમાં કોરોનાના કુલ એકિટવ કેસની સંખ્યા ૮૦૦ સુધી પહોંચી

કોરોનાના કયાં-કેટલા કેસ?

વોર્ડ             કેસ

  • જોધપુર          ૩૦
  • નવરંગપુરા    ૨૦
  • સરખેજ        ૨૦
  • બોડકદેવ       ૧૫
  • ચાંદલોડીયા    ૧૫
  • ગોતા        ૧૫

જુન મહિનાની શરુઆત થી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો  થઈ રહ્યો છે.શહેરમાં હાલમાં કોરોનાના કુલ એકિટવ કેસની સંખ્યા ૮૦૦ સુધી પહોંચી ગઈ છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરી રોજના ૨૫૦૦ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ચાર દર્દી પૈકી બે વોર્ડમાં અને બે દર્દી ઓકિસજન ઉપર સારવાર હેઠળ છે.

સ્ટીરોઈડ

શહેરના એસ.ટી.સ્ટેશન અને રેલવે સ્ટેશન ખાતે બુધવારે કુલ મળીને ૧૩ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.શહેરના જોધપુર ઉપરાંત નવરંગપુરા, બોડકદેવ સહિતના વોર્ડમાં કોરોનાના કેસ વધતા હોવાની સ્થિતિમાં લોકો ઘેર બેઠા ઉપચાર કરે છે.લોકો કોરોના ટેસ્ટ માટે જાતે અર્બન હેલ્થ સેન્ટર ઉપર જતા નથી.માસ્ક પણ પહેરતા નથી. ઉપરાંત જે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે એવા લોકો અને જેમને પ્રિકોશન  ડોઝ લેવાનો બાકી છે એવા લોકો પણ પ્રિકોશન ડોઝ લેતા નથી.જે કારણથી આવનારા સમયમાં ઝડપથી કોરોના સંક્રમણમાં વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ છે.

READ ALSO

Related posts

નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર

Zainul Ansari

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari

સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર

Zainul Ansari
GSTV