ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના દૈનિક કેસમાં ૧૮૧ કેસનો ધરખમ વધારો થતા ૨૦ ફેબુ્રઆરી બાદ નવા ૪૦૭ કેસ નોંધાવા પામ્યા હતા.રાજ્યમાં કોરોનાના નવા નોંધાયેલા કેસ પૈકી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં થઈ ૨૧૦ કેસ નોંધાયા હતા.પચાસ ટકા કેસ માત્ર અમદાવાદ શહેર-ગ્રામ્યમાં જ નોંધાયા હતા.રાજયમાં ૨૧ જુને કોરોનાના એકટિવ કેસ ૧૫૨૪ હતા.૨૨ જુને એકટિવ કેસની સંખ્યા વધીને ૧૭૪૧ ઉપર પહોંચી છે.અમદાવાદ શહેરમાં કોરોનાના ૮૦૦ એકટિવ કેસ નોંધાયેલા છે.રાજયમાં ચાર દર્દી વેન્ટિલેટર ઉપર છે.આજ પ્રમાણે લોકો બેદરકાર રહેશે તો કોરોના સંક્રમણમાં હજુ ઘણો મોટો વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.આશ્વાસન એટલુ જ છે કે,કોરોનાથી કોઈ મોત નોંધાયુ નથી.
રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૦૭ અને ગ્રામ્યમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૦૭ અને ગ્રામ્યમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના ૪૫ જ્યારે સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા બાર કેસ નોંધાયા હતા.વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં ૩૯ અને ગ્રામ્યમાં કોરોનાના બે કેસ નોંધાયા હતા.રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૧૭ તથા ગ્રામ્યમાં ત્રણ કેસ નોંધાયા હતા.ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં ૧૧ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા દસ કેસ અને ગ્રામ્યમાં છ કેસ નોંધાયા હતા.રાજ્યમાં ૧૨૨ દિવસ બાદ ફરી કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થવા પામ્યો હતો.જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા સાત અને ગ્રામ્યમાં બે કેસ નોંધાયા હતા.
વલસાડમાં આઠ, ભરુચમાં સાત અને આણંદમાં કોરોનાના છ કેસ નોંધાયા

આ ઉપરાંત વલસાડમાં આઠ, ભરુચમાં સાત અને આણંદમાં કોરોનાના છ કેસ નોંધાયા હતા.સાબરકાંઠામાં પાંચ,બનાસકાંઠા,કચ્છ અને મહેસાણામાં ચાર-ચાર કેસ નોંધાયા હતા.નવસારીમાં બે કેસ જ્યારે અમરેલી,પાટણ અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાવા પામ્યો હતો.રાજયમાં કોરોનાના કુલ ૧૯૦ દર્દી સાજા થયા હતા.રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ફરી એક વખત તબીબો દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઈનના પાલન માટે અપીલ કરી છે.
READ ALSO
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ