GSTV

લોન્ચ થવા જઈ રહી હતી આ શાનદાર કાર્સ, Coronaના કારણે હવે જોવી પડશે રાહ

Learning License

Last Updated on April 3, 2020 by pratik shah

કોરોના વાયરસના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ ઝાટકો લાગ્યો છે. માર્ચના વેચાણમાં સૌથી વધુ કડાકો જોવા મળી રહ્યો છે અને એપ્રિલમાં પણ ઓટો વેચાણના આંકડા ખરાબ રહેવાના છે. આટલું જ નહીં. તમામ ઓટો કંપનીઓ માર્ચથી મે સુધી નવી ગાડીઓ લોન્ચ કરવાની હતી પરંતુ કોરોના(Corona)ના કારણે લોન્ચની તારીખ આગળ વધતી જઈ રહી છે. પરંતુ આગળ ક્યારે લોન્ચ થવાની છે તે હાલની સ્થિતિને જોતા કંપનીઓ નવી તારીખનું એલાન નથી કરી રહી જણો કઈ કારોની લોન્ચિંગ ટળી ગઈ છે.

હોન્ડા સિટી

નવી હોન્ડા સિટી એપ્રિલમાં લોન્ચ થવાની હતી. કંપની 16 માર્ચે નવી હોન્ડા સિટીથી પડદો ઉઠાવવાની હતી. પરંતુ કોરોના વાયરસના કરાણે કાર્યક્રમને કેન્સલ કરવો પડ્યો હતો. હાલ કંપની પણ લોન્ચિંગની નવી તારીખ જણાવવાની સ્થિતિમાં નથી.

2020 Hyundai Tucson

ફેબ્રુઆરીમાં ઓટો એક્સપો વખતે 2020 Hyundai Tucsonને રજૂ કરવામાં આવી હતી અને કંપનીનું માર્ચમાં લોન્ચિંગ પ્લાન હતું. પરંતુ કોરોનાના કારણે હવે ક્યારે લોન્ચ થશે તેની કંપનીએ અત્યાર સુધી કોઈ ઘોષણા નથી કરી. જોકે આ વચ્ચે કંપનીએ નવી હુન્ડઈ vernaને લોન્ચ કરી દીધી છે.

Skoda Rapid 1.0

Skoda Rapid 1.0ને ઓટો એક્સપો-2020 વખતે રજૂ કરવામાં આવી હતી. કંપની તેને એપ્રિલમાં લોન્ચ કરવાની હતી. અપડેટ સ્કોડામાં બીએસ-6 એન્જીન આપવામાં આવ્યું છે અને કંપની તેની માર્ચથી બુકિંગ પણ શરૂ કરી દેવાની હતી. પરંતુ ક્યાં સુધી લોન્ચ થશે તે નક્કી નથી.

Mercedes-Benz EQC

મર્સિડીઝના દિવાનાઓને પણ કોરોનાએ ઝટકો આપ્યો છે. કંપનીએ Mercedes-Benz EQCની પહેલી ઝલક જાન્યુઆરીમાં આપી હતી. કંપની આ એપ્રિલમાં લેન્ચ કરવાની હતી પરંતુ હવે કોરોનાના કારણે લોન્ચિંગની કોઈ તારીખ સામે નથી આવી. તેની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે.  

Mahindra XUV300 Sportz

મહિન્દ્રા કંપનીએ Mahindra XUV300 Sportzથી ઓટો એક્સપોમાં પડદો ઉઠાવ્યો હતો અને કંપની એપ્રિલથી વેચાણ શરૂ કરવાની હતી. પરંતુ કોરોના સંકટના કારણે કંપની નિર્ણય નથી લઈ શકતી કે આ પહેલા ડિસેમ્બર-2019માં કંપનીએ Mahindra XUV300 પેટ્રોલ વર્જનને BS-6 એન્જીનની સાથે લોન્ચ કર્યું હતું. તેની એક્સ શો-રૂમની કિંમત 8.30 લાખ રૂપિયાથી 11.64 લાખ રૂપિયાની વચ્ચે છે.

Honda WR-V facelift

Honda WR-V faceliftની લેન્ચિંગ સંભવતઃ એપ્રિલમાં થવાની હતી અને શરૂઆતી માર્ચથી તેની બુકિંગ થવાની હતી. પરંતુ અત્યાર સુધી લોન્ચ થશે તેની ઘોષણા નથી કરવામાં આવી.

Renault Duster 1.3

Renaultએ ઓટો એક્સપોમાં પેટ્રોલ એન્જીનની સાથે ડસ્ટર 1.3ને રજૂ કર્યો હતો. આશા રાખવામાં આવી રહી છે કે કંપની આ એપ્રિલમાં લોન્ચ કરી શકે છે. પરંતુ હવે કોરોના વાયરસ ફેલવાના કારણે લોન્ચિંગ આગળ વધી શકે છે.  

Tata Gravitas

આમતો ટાટા મોટર્સે ઓટો એક્પોમાં સંકેત આપ્યો હતો કે માર્ચ-એપ્રિલ વખતે કંઈક મોટા એલાનનો પ્લાન છે. એટલે કે ગાડીઓ લોન્ચ કરવાની હતી. આ કડીમાં નામ Tata Gravitasનું આવે છે. કંપની આ પ્રોડક્શન પર ઝડપથી કામ કરી રહી હતી અને આશા હતી કે એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે લોન્ચ કરી શકે છે. પરંતુ લોકડાઉનના કારણે પ્લાન્ટ બંધ છે. એવામાં હવે સંભવ છે કે આ વર્ષના છેલ્લા મહિનામાં કંપની આ લોન્ચ કરી શકે છે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!