GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ ઓનલાઇન ઓર્ડર કેટલો સુરક્ષિત? : ઘરે ડિલિવરી લેતા હો તો આ ઉપાયો અજમાવશો તો કોરાના રહેશે ઘરથી દૂર

Last Updated on May 11, 2021 by Dhruv Brahmbhatt

કોરના વાઇરસના પગલે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવું પડે છે. કેટલાય ઘર પરથી કામ રહ્યાં છે. કોરોના વાઇરસના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. એવામાં લોકો સામાન મગાવે છે ત્યારે સવાલ એ છે કે ઓનલાઇન ઓર્ડર કેટલું સુરક્ષિત છે? આવો જાણીએ…

home delivery

કુરિયરથી કોરોના ફેલાવાનો કેટલું જોખમ?

ઇન્ફેક્શનથી ફેલાતી બીમારીઓના એક્સર્ટ અનુસાર કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ ફેલાય છે. ઉદાહરણ તરીકે ઉધરસ દરમિયાન મોઢામાંથી નીકળતો કફ અને નાકમાંથી નીકળતું પાણીથી ફેલાય છે. ઓનલાઇન ઓર્ડર આપતી વખતે પાર્સલ લઇ આવતો ડિલવરી બોય કેટલાય વિસ્તારમાં ફરીને આવે છે. એવામાં શક્ય છે કે કોરોનાના શંકાસ્પદ જેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેના ઘરે તે ડિલવરી બોય ગયો હોય અને તે જ તમારા ઘરે પણ આવે. ત્યારે આ ચેપ ફેલાવની શક્યતામાં ઘણો વધારો થઇ જાય છે.

ફૂડ ડિલીવરી કંપનીઓની ખાસ તૈયારી

અમેરિકા જેવા દેશોમાં કોરોના વાઇરસને લઇને ફૂડ ડિલીવરી કરતી કંપનીઓએ ખાસ વ્યવસ્થા કરી છે. કેટલીક કંપનીઓએ નો-કોન્ટેક્સ કે પછી કોન્ટેક્ટલેસ ડિલીવરીની સુવિધા આપી રહીં છે. વળી ભારતમાં કેટલીક ફુડ ડિલીવરી કંપનીઓ પોતોના ગ્રાહકોને કોરોના વાઇસને લઇને જાગરુત કરી કરી રહી છે. આ માટે કંપનીઓ પોતાના ડિલીવરી બોયને ટ્રેન્ડ કરી રહીં છે અને સાફ-સફાઇ પર ખાસ ધ્યાન આપી રહીં છે. ફુડ ડિલીવરી કંપનીઓ પોતાના પાર્ટનર્સને સુરક્ષાને લઇને પણ ટ્રેન કરી રહ્યાં છે.

હાથોહાથ પાર્સલ લેવાના બદલે ડોરસ્ટેપ ડિલીવરી લેવાનું પસંદ કરો

ફૂડ ડિલીવરી કંપનીઓ પાર્ટનર રેસ્ટોરેન્ટના કીચનની સાફસફાઇ પર ચાંપતી નજર રાખી રહીં છે, જેથી કોરોના વાઇરથી બચી શકાય. વળી એપ પણ હાઇજિનના હિસાબથી રેસ્ટોરેન્ટનું લીસ્ટીંગ કરી રહીં છે જેથી ગ્રાહકને બેસ્ટ રેસ્ટોરેન્ટમાંથી ફૂડ ઓર્ડ કરી શકે. આ કંપનીઓ પોતાના એપમાં કોન્ટેક્ટલેસ ડિલીવરીના કેટલાક નિર્દેશ પણ જારી કર્યાં છે. જેના અંતર્ગત તમારી ડીમાન્ડ પર ફુડ ડિલીવરી બોય તમારો ઓર્ડર હાથોહાથ આપાવને બદલે તમારા દરવાજા પર મુકીને જતો રહેશે. આ સુવિધા ફક્ત ઓનલાઇન પેમેન્ટ મોડ ઓર્ડર્સ માટે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!