GSTV

શું પ્રોટીનથી પણ થઈ શકે છે કોરોના દર્દીની સારવાર ? જાણો વૈજ્ઞાનિકનું સંશોધન!

એ તો પહેલાથી જ કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવામાં પ્રોટીન યુક્ત ભોજન મદદગાર છે. ચીનમાં પણ કોરોના વાયરસના ગંભીર દર્દીનો જીવ બચાવવા માટે હાઈ પ્રોટીન ભોજન આપવામાં આવી રહ્યુ છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ વાયરસની સારવારમાં પ્રથમ વખત પ્રોટીનનો વપરાશ કર્યો છે. સૌથી સારી વાત તો એ છે કે, આ રીતથી સારવારમાં વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી રહી છે.

આશાનુ કિરણ છે આ સારવાર

બ્રિટેનની એક જૈવ ટેકનોલોજી કંપની ‘સાઈનરજેન’ ને કોરોના વાયરસની સારવારમાં પ્રોટીન આધારિત સારવારના ક્લીનિકલ ટ્રાયના સારા પરિણામ મળે છે. ‘સાઈનરજેન’ એ કહ્યુ કે, તેમનુ એસેનદી001 ફોર્મૂલેશન ઈંટરફેરોન બીટા નામની એક પ્રોટીનનો ઉપયોગ કરે છે. જેથી શરીર વાયરલ સંક્રમણ હોવા પર ઉત્પન્ન કરે છે. તેને એ આશા સાથે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના ફેફસાઓમાં સીધી એક નેબુલાઈઝરનો ઉપોયગ કરીને નાખવામાં આવે છે. તેનાથી તેના શરીરમાં એક પ્રતિરક્ષા પ્રતિક્રિયા પ્રેરિત હશે.

સફળતાનો સંકેત હોઈ શકે

સાઈનરજેનના સીઈઓ રિચર્ડ માર્સડેને કહ્યુ કે, Covid-19 દર્દીમાં એસએનજી001નુ આ આંકલન હોસ્પીટલમાં દાખલ થયેલ Covid-19 રોગીઓના ઉપચારમાં એક મોટી સફળતાનો સંકેત હોઈ શકે છે. તેમણે કહ્યુ કે, અમે આજે જાહેર પરીણામોથી ખુશ છીએ. જેનાથી જાણ થાય છે કે, એસએનજી001 હોસ્પીટલમાં દાખલ Covid-19 દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી કરી દેતા હોય છે.

પરીક્ષણોથી જાણવા મળ્યુ છે

કંપનીએ કહ્યુ કે, તે સિવાય એસએનજી 001થી શ્વાસ લેવામાં તકલીફ પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જે Covid-19 સંક્રમિત દર્દીઓના મુખ્ય લક્ષણોમાંથી એક છે. પરીક્ષણોથી જાણવા મળ્યુ છે કે, દવા લેનાર દર્દીઓ માટે હોસ્પીટલમાં દાખલ રહેનારાનો સમય પણ ઓછો થઈ ગયો છે.

READ ALSO

Related posts

ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ

Pravin Makwana

શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી

Mansi Patel

વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!