GSTV
Gujarat Government Advertisement

બેકાબુ કોરોના/ વધતા જતા સંક્રમણ વચ્ચે ભક્તો માટે મોટા સમાચાર, કેમ્પ હનુમાન-બહુચરાજી મંદિર આ તારીખ સુધી રહેશે બંધ

Last Updated on April 12, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે રાજ્યની સ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે. એમાંય અમદાવાદ, સુરત અને રાજકોટની સ્થિતિ તો અત્યંત ગંભીર જોવા મળી રહી છે. રાજ્યમાં ગત રોજ રવિવારના દિવસે પણ 5 હજારથી વધારે નવા કેસ સામે આવ્યાં હતાં. ગત રોજ ગુજરાતમાં નવા 5469 કેસ નોંધાયા હતાં. જ્યારે કોરોનાથી વધુ 54 લોકોના મોત પણ થયા છે.

કેમ્પ હનુમાન મંદિર 30 એપ્રિલ સુધી બંધ

એવામાં રાજ્યમાં અનેક મંદિરોના ટ્રસ્ટ પણ મહત્વના નિર્ણયો લઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઇને શહેરના પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરે મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે કેમ્પ હનુમાન મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે. બીજી બાજુ કોરોના કાળના કારણે આજથી એક મહિના સુધી શરૂ થનારી નર્મદાની ઉતરવાહિની પરિક્રમા પણ સ્થગિત કરવામાં આવી છે. નર્મદા પરિક્રમા આજથી એક મહિના સુધી ચાલતી હોય છે. પરંતુ કોરોનાના કેસો વધતા તંત્રએ પરિક્રમા રોકવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે પરિક્રમા બંધ રહી હતી.

બહુચરાજી મંદિર પણ ભક્તો માટે 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધીબંધ

આ ઉપરાંત યાત્રાધામ બહુચરાજીમાં પણ આવતી કાલથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. ત્યારે આજે પરીક્ષાલ-રક્ષલન વિધિ યોજાઈ હતી તો આવતી કાલે વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપન વિધિ યોજાશે અને આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન શતચંડી યજ્ઞ, પલ્લીખંડ સહિતના ધાર્મિક વિધિ વિધાન થશે. ત્યારે કોરોના મહામારીમાં કોરોના સંક્રમણને અટકાવવા 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને ચૈત્રી પૂનમનો ભરાતો મેળો પણ રદ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિરના દર્શન પણ ભક્તો માટે બંધ

ઉલ્લેખનીય છે કે, એક-બે દિવસ અગાઉ સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો. સોમનાથ મંદિરના દર્શન ભક્તો માટે બંધ કરાયા છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર બંધ રહેતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વળી મંદિરમાં ભગવાન સોમનાથજીની પૂજાવિધિ પણ ઓનલાઈન નોંધાવી શકાશે. આ સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

Corona

ગત રોજ છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસનો આંકડો પ્રતિ દિવસ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 5469 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 54 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 18, વડોદરામાં 7 દર્દીના મોત થઇ ગયા છે. તો રાજ્યમાં કુલ 4800 દર્દીના મોત થઇ ચૂક્યા છે. તો હાલમાં 203 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 27 હજાર 568 થઇ ગઇ છે. તો છેલ્લાં 24 કલાકમાં 2976 દર્દીઓ સાજા થયા છે. તો કુલ 3 લાખ 15 હજાર 127 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

સાંસદ પ્રભુ વસાવાને ભાજપના કાર્યકતાના તીખા સવાલ, નેતાઓના પેટનું પાણી નથી હલતું… એકપણ ધારાસભ્યનો કાર્યકર્તાને નથી આવતો ફોન!

pratik shah

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Dhruv Brahmbhatt

સાવધાન/ Mobile ચાર્જિંગ કરવા માટે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!