GSTV
Home » News » કોરોનાનો કહેર: ઓપેક દેશો ભારે ચિંતામાં, ક્રૂડ ઓઈલની વૃદ્ધિનો ઘટાડ્યો અંદાજ

કોરોનાનો કહેર: ઓપેક દેશો ભારે ચિંતામાં, ક્રૂડ ઓઈલની વૃદ્ધિનો ઘટાડ્યો અંદાજ

ક્રૂડ ઓઈલ ઉત્પાદક અને નિકાસકાર દેશોના સંગઠન (OPEC ઓપેક દેશો)એ બુધવારે ચીનમાં કોરોના વાયરસ પ્રકોપથી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની માંગમાં વૃદ્ધિના પોતાના અનુમાનને ઘટાડી દીધુ છે. દુનિયાના ઓઈલ માર્કેટ્સ પર આના માસિક રિપોર્ટમાં ઓપેકે જણાવ્યું કે, તેને હવે આ વર્ષે વૈશ્વિક ઓઈલની માંગમાં પ્રતિ દિન 9.90 લાખ બેરલ (MBD) વૃદ્ધિનું અનુમાન છે. આ અગાઉ સંગઠને ગયા મહિને 12.20 લાખ બેરલ પ્રતિદિન વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

ઓપેકે કહ્યું કે, વર્ષ 2020ના પાછલા 6 મહિના દરમિયાન ચીનમાં કોરોના વાયરસના પ્રકોપનો ફેલાવો વૈશ્વિક માંગમાં ઘટાડો આવવાનું મુખ્ય કારણ છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસ ફેલાયા પછીથી સંકટની સ્થિતિ ઉભી થઈ છે. ચીનના મોટાભાગના લોકો ઘરોમાં કેદ છે.

તમામ શહેરોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે, નવા વર્ષની રજાઓ વધારી દેવામાં આવી છે જેથી કોરોના વાયરસ પર કાબુ મેળવી શકાય. આને હવે કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. ઓપેકે કહ્યું કે, તેણે આ વર્ષ માટે ચીનની આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડીને 5.4 ટકા કરી દીધુ છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં મળશે મોદી-ટ્રમ્પ, આજે ડિફેન્સ ડીલ થઈ શકે છે પાક્કી

Arohi

કોરોનાનો કોહરામ : સામ્યવાદી દેશનાં દાયકામાં પ્રથમ વખત સંસદનું સત્ર થયું સ્થગિત

pratik shah

કોરોના ઇફેક્ટ: સેન્સેક્સમાં પ્રચંડ કડાકો, સોનું રૂા. 45,000ની ઐતિહાસિક સપાટીએ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!