GSTV

Corona સંકટ: PM Cares ફંડમાં રિલાયન્સે આપ્યુ 500 કરોડનું યોગદાન, દેશના આ ધનકુબેરોએ પણ ખોલ્યો ખજાનો

jio

Corona સામેની જંગ માટે દેશના દિગ્ગજ બેઝનેસમેન મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. રિલાયન્સ ઉપરાંત રતન ટાટા, અનિલ અગ્રવાલ સહિત અનેક દિગ્ગજોએ પીએમ કેર્સ ફંડમાં સેંકડો કરોડ રૂપિયા આપ્યા છે. Corona વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રીનો સાથ આપવા માટે દેશમાં પીએમ કેર્સ ફંડમાં દાન આપવાની એક પ્રકારે જાણે કે હોડ લાગી છે. સ્ટાર્સથી લઇને સામાન્ય વ્યક્તિ સુધી સૌકોઇ તેમાં દાન આપી રહ્યાં છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના નિવેદનમાં કહ્યું કે 500 કરોડ રૂપિયા ઉપરાંત રિલાયન્સે Corona વાયરસની સારવાર માટે મુંબઇમાં 100 બેડની એક ખાસ હોસ્પિટલ પણ તૈયાર કરી છે. રિલાયન્સ દ્વારા દેશમાં 50 લાખ લોકોને ભોજન કરાવવામાં આવશે. રિલાયન્સ હેલ્થ વર્કર્સ અને અન્ય લોકોને એક લાખ માસ્કનું વિતરણ કરશે.

રતન ટાટાના નેતૃત્વ વાળા ટાટા ગ્રુપે પીએમ કેર્સ ફંડમાં 1500 કરોડ રૂપિયા આપ્યા છે. આ ફંડમાં ટાટા ટ્રસ્ટે 500 કરોડ રૂપિયા અને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે 1000 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. પીએમ કેર્સ ફંડમાં કરવામાં આવેલુ દાન ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80જી અંતર્ગત કરમુક્ત હોય છે.

ગુજરાતના પ્રમુખ બિઝનેસમેન ગૌતમ અદાણીએ પણ Corona વાયરસને ડામવા માટે પીએમ કેર્સ ફંડમાં 100 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. સરકારે આ ફંડ અંતર્ગત કરવામાં આવેલ દાનને સીએસઆર અંતર્ગત સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ આ ફંડમાં દાન કરનાર સૌપ્રથમ બિઝનસમેન હતા. તેમણે પીએમ કેર્સ ફંડમાં 100 કરોડ રૂપિયા દાન કરવાનું એલાન કર્યુ હતું. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ દૈનિક મજૂરોને થતી સમસ્યાઓને લઇને ચિંતિત છે.

વિજય શર્મા શેખરના નેતૃત્વ વાળા પેટીએમે પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે પેટીએમ વૉલેટ, યૂપીઆઇ અને પેટીએમ બેન્ક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પેટીએમના માધ્યમથી કરવામાં આવેલી દરેક પેમેન્ટ માટે, કંપની ફંડમાં 10 રૂપિયા સુધી મહત્તમ યોગદાન કરશે.

આ ઉપરાંત અનેક અન્ય બિઝનેસમેન પણ પીએમ કેર્સ ફંડમાં દાન માટે આગળ આવ્યાં છે. જેએસડબલ્યૂ ગ્રુપના મુખિયા સજ્જન જિંદલે આ ફંડમાં 100 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. તો કોટક મહિન્દ્રા ગ્રુપના ઉદય કોટકે 60 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે.

Read Also

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!