GSTV

Corona મહામારી વચ્ચે પણ આતંકીઓ સક્રિય, કાશ્મીરમાં બીએસએફના જવાનો પર હુમલો

Corona

Last Updated on May 21, 2020 by Arohi

કોરોના (Corona) ની મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકી સંગઠનો સક્રિય છે અને દરરોજ કોઇને કોઇ ઘટના સામે આવી રહી છે. બુધવારે જમ્મુ કાશ્મીરના ગંડેરબાલ જિલ્લામાં આતંકીઓએ હુમલો કરી દીધો હતો જેમાં બીએસએફના બે જવાન શહીદ થઇ ગયા હતા. જ્યારે બે જવાનો ઘાયલ થયા હતા. આતંકીઓ બાઇક પર સવાર થઇને આવ્યા હતા અને અહીં બીએસએફ જવાનો પર ગોળીબાર કરી દીધો હતો.  આ સાથે જ પાકિસ્તાન સૈન્યએ સરહદે ભારે ગોળીબાર કરી દીધો હતો.

પૂંચમાં જુદા જુદા ત્રણ સેક્ટરોને નિશાન બનાવી ગોળીબાર કર્યો

પાકિસ્તાને પૂંચમાં જુદા જુદા ત્રણ સેક્ટરોને નિશાન બનાવી આ ગોળીબાર કર્યો હતો. જોકે તેનો ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક રીતે જવાબ આપવામાં આવ્યો હતો. સતત પાંચમાં દિવસે પાકિસ્તાન દ્વારા ગોળીબાર થયો છે જેને પગલે સરહદી વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે તેમજ સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાન દ્વારા થયેલા ગોળીબારમાં કોઇ જાનહાની નહી

જોકે પાકિસ્તાન દ્વારા થયેલા આ ગોળીબારમાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. એક તરફ પાકિસ્તાનમાં કોરોનાની મહામારી ફેલાઇ ચુકી છે બીજી તરફ પાક. સૈન્યની અવળચંડાઇ પણ જારી છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે પીઓકેમાં પાકિસ્તાન જે આતંકી કોમ્પો ચલાવી રહ્યું છે ત્યાં કોરોના વાઇરસનું પ્રમાણ વધારે છે. ખુદ આતંકીઓ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે અને અનેકના મોત પણ થયા છે.

કાશ્મીરના ટ્રેનીઓને પણ તાલિમ આપવામાં આવી રહી છે

પીઓકેમાં કાશ્મીરના ટ્રેનીઓને પણ તાલિમ આપવામાં આવી રહી છે. આવા જ એક તાલિમાર્થીએ કાશ્મીરમાં પોતાના પરિવારને ફોન કર્યો હતો અને સમગ્ર મામલાની જાણકારી આપી હતી, આ ફોન કોલ રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો અને તે સૈન્ય પાસે પહોંચી ગયો છે. સાથે જ એવો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન કોરોનાથી પ્રભાવિત આતંકીઓને ભારતમાં ઘુસાડી રહ્યું છે કે જેથી કાશ્મીરમાં કોરોના વાઇરસનો ફેલાવો વધારી શકાય.

Read Also

Related posts

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt

અગત્યનું/ ગુજરાતના ૧૭ હજાર વિદ્યાર્થી માટે મોટા સમાચાર: આ તારીખે GTU દ્વારા યોજાશે ડિપ્લોમા,UG-PGની ઓફલાઈન પરીક્ષા

Bansari

ફાયદો: 20MP સેલ્ફી કેમેરાવાળા 5G સ્માર્ટફોન પર મળી રહ્યુ છે મોટુ ડિસ્કાઉટ, ફક્ત 989 રૂપિયામાં ઘરે લઈ આવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!