GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Coronaથી બચવા માટે ભારતીય ડોક્ટરો પર નિર્ભર છે બ્રિટન, વીઝાને લઈને કર્યો મોટો નિર્ણય

corona

બ્રિટનમાં કોરોના (Corona) વાયરસના મામલા વધીને 25000થી પણ વધુ થઈ ગયા છે અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1789 પહોંચી ગઈ છે. મંગળવારે ફક્ત એક દિવસમાં બ્રિટન (Britain) માં આ સંક્રમણ પીડિત 381 લોકોના જીવ જતા રહ્યા. કોરોનાના નવા કેસ વધતા જોઈને બ્રિટનની સરકારે ભારતીય (Indian) અને અન્ય વિદેશી ડોક્ટરોના વીઝાનો સમય એક વર્ષ માટે વધારી દીધો છે. બ્રિટનમાં વર્ક વીઝા(Visa) પર કામ કરી રહેલા દરેક ડોક્ટરના વીઝાનો પીરિયડ એક વર્ષ સુધી લંબાવી દીધો છે.

જણાવી દઈએ કે બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં મોટી સંખ્યામાં ભારતીય અને અન્ય દેશોથી આવેલા ડોક્ટર કામ કરી રહ્યા છે. બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે મંગળવારે જણાવ્યું કે લગભગ 28,00 પ્રવાસી ડોક્ટરો, નર્સો અને પેરામેડિકલ કર્મચારીઓના વીઝાનો સમય એક વર્ષ સુધી વધારી દેવામાં આવશે. આ લોકોના વીઝા એક ઓક્ટોમ્બર પહેલા ખતમ થવાના હતા.

corona

આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

પ્રીતિએ જણાવ્યું કે, દુનિયાભરમાંથી આવેલા ડોક્ટરો કોરોના વાયરસથી બચવા અને જીવન બચાવવા માટે એનએચએસના પ્રયત્નોમાં આગવી ભુમિકા ભજવી રહ્યા છે હું નથી ઈચ્છતી કે વીઝા પ્રક્રિયાના કારણે તેમનું ધ્યાન ભટકે, માટે તેમના વીઝાનો સમય વધારી દેવામાં આવ્યો છે. વીઝા સમયમાં આ વધારો નિશુલ્ક હોવાની સાથે તેમના પરિવારના સદસ્યોના વીઝા પર પણ લાગુ થશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે એનએચએસનો પ્રવાસી સ્ટાફ બ્રિટન માટે કેટલો મહત્વપૂર્ણ છે.

ભારતીય મૂળના વૃદ્ધ બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્મા કોરોના વાયરસ સંક્રમણથી સાજા થઈને હોસ્પિટલથી ધરે આવી ગયા છે અને તેમણે મંગળવારે દરેકને અપીલ કરી હતી કે આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવામાં આવે. પશ્વિમી લંડનના ઈલિંગ સાઉથોલથી વિપક્ષી લેબર પાર્ટીના 72 વર્ષીય સાંસદે ટ્વીટર પર ખુલાસો કર્યો કે આ મહિનાની શરૂઆતમાં હલકા લક્ષણ દેખાવવા પર તેમણે પોતાને જ ક્વોરન્ટાઈન કરી લીધા હતા. પરંતુ તેમની હાલત બગડી ગઈ અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી જે કોવિડ-19નું પ્રમુખ લક્ષણ છે. તેના બાદ તેમણે એક અઠવાડિયા માટે સ્થાનીક હિલિન્ગડન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

corona

શર્માએ જણાવ્યું, કોરોના વાયરસના મામુલી લક્ષણ બાદ મારી હાલત બગડી ગઈ અને મને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. મને હવે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને હું ઘર પર સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યો છું. હવે હું ઘરે પરત ફરી ગયો છુ અને સેલ્ફ આઈસોલેશનમાં રહી રહ્યો છું. હું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અને સરકારની સલાહનું પાલન કરી રહ્યો છું.

હું બાકી બધાને પણ આમ કરવાનો આગ્રહ કરૂ છું. ઘર પર રહો, જીવન બચાવો. શર્માએ ‘અસાધારણ દેખરેખ’ માટે સ્થાનીક હોસ્પિટલનો ધન્યવાદ કર્યો અને તે દરેક સ્વાસ્થ્ય કર્મચારીનો પણ આભાર માન્યો જે ખૂબ તણાવ હોવા છતા સખત પરિશ્રમ કરી રહ્યા છે.

Read Also

Related posts

ડ્વેઇન બ્રાવો અને ધોની વચ્ચે 100 મીટરની રેસ,જાણો કોણ બન્યું વિજેતા

Mansi Patel

માઉન્ટ આબુમાં ફસાયેલા ચાર રાજ્યોના શ્રમીકોનો આખરે વતન જવાનો માર્ગ થયો મોકળો

Nilesh Jethva

મૌલાના સાદની વધશે મુશ્કેલીઓ, નિઝામુદ્દીન મરકઝના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ પોલીસ દાખલ કરશે ચાર્જશીટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!