GSTV
India News Trending

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

corona

એવું લાગે છે કે દેશભરમાં કોરોના ઓમીક્રોન મહામારી પ્રવેગી ગતિએ પ્રસરી રહી છે. તેટલું જ નહીં પરંતુ તેણે, ૨૪ કલાકમાં જ છેલ્લા ૮ મહીનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૭,૫૩૨ કેસ દેશમાં નોંધાયા છે. આ પૂર્વે ૧૫મે, ૨૦૨૧ના દિને ૩,૧૧,૦૭૭ કેસો નોંધાયા હતા. બીજાં મોજાં દરમિયાન તે આંક ૬૦ દિવસમાં પહોંચ્યો હતો. જ્યારે ૩જા મોજાંમાં તે આંક પહોંચતાં માત્ર ૨૩ દિવસ જ લાગ્યા હતા.

કેન્દ્ર સરકારે પ્રસિધ્ધ કરેલા આંકડા પ્રમાણે આ મહામારીને લીધે છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૬થી વધુ મૃત્યુ થયાં છે. મૃત્યુ પામેલાઓનો આ આંક તો ગઇકાલ રાતના ૧૧ વાગ્યા સુધીનો છે. આ જોતાં આ આંકડો, સવાર સુધીમાં આથી પણ વધવા સંભવ છે.

આ તબક્કે તે પણ નોંધવું જરૂરી છે કે આ આંકડાઓમાં પંજાબ, ઝારખંડ અને ત્રિપુરાના આંકડાઓ સમાવિષ્ટ થયા નથી.

વૈશ્વિક સ્તરની વાત કરીએ તો, અમેરિકા પછી ભારત દુનિયામાં સૌથી વધુ માઠી અસર પામેલો દેશ છે. ૧૭મી જાન્યુ.થી હજી સુધીમાં દેશમાં ૮.૭ લાખથી વધુ દૈનિક કેસો થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ડેટા જોઇએ તો જાન્યુઆરીમાં અમેરિકા અને ભારત પછી સૌથી વધુ અસર પામેલો દેશ હોય તો, તે આર્જેન્ટીના છે, કે જ્યાં દૈનિક ૧૦ લાખથી વધુ કેસો નોંધાયા છે. જો કે મૃત્યુદરનો આંક ભારતમાં અમેરિકા, રૂસ, કેનેડા, અને પોલેન્ડ જેવા દેશોની તુલનામાં ઓછા નોંધાયા છે.

ભારતમાં રાજ્યવાર પરિસ્થિતિ જોઇએ તો મહારાષ્ટ્ર તેમાં પ્રથમ ક્રમાંક છે. તે પછી કર્ણાટકનો નંબર આવે છે. બન્નેમાં ૪૦,૦૦૦થી વધુ મામલા નોંધાયા છ તે પછી કેરલનો ક્રમ આવે છે. ત્યાં ૩૦,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. તમિલનાડુ અને ગુજરાતમાં દૈનિક ગણતરી ૨૦,૦૦૦થી વધુ છે. અન્ય છ રાજ્યોમાં તે સંખ્યા (સંક્રમિતોની સંખ્યા) ૧૦,૦૦૦થી વધુ નોંધાઈ છે. આ સૂચી ઉપરથી નીચે જોતાં આ પ્રમાણે છે ઉ.પ્ર., દિલ્હી, રાજસ્થાન, ઓડીશા, પ.બંગાળ અને આંધ્ર પ્રદેશ.

મહારાષ્ટ્રમાં ૪૩,૬૯૭ અને ગુજરાતમાં ૨૦,૯૬૬ નવા કેસો નોંધાયા છે. જ્યારે કર્ણાટકમાં સંક્રમણના ૪૦,૪૯૯ તમિલનાડુ ૨૬,૯૮૧ તથા તેલંગાણામાં ૩,૫૫૭ નવા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઓમીક્રોનનો પણ કેર છે. મહારાષ્ટ્રમાં ઓમીક્રોન સંક્રમણના ૨૧૪ નવા કેસો થયા છે.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV