GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજ્ય અનલોક થવાની સાથે Corona બન્યો બેફામ, છેલ્લાં 24 કલાકમાં 778 પોઝીટીવ અને 17 લોકોનાં મોત

ગુજરાતમાં Coronaના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. જેમાં આજે પણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 778 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 3, જામનગરમાં 2 જ્યારે દેવભૂમિદ્વારકા, બનાસકાંઠા, મોરબી, પાટણ, ખેડા, રાજકોટ અને ગાંધીનગરમાં 1-1 મોત થયા છે. તો ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1979 થઇ ગયો છે. તો હાલમાં 61 લોકોને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજે કુલ 421 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેથી ગુજરાતમાં આજદિન સુધીમાં ડિસ્ચાર્જ થયેલા કુલ લોકોનો આંક 26744 થયો છે. તો હજુ પણ ગુજરાતમાં કુલ 8913 એક્ટીવ પેશન્ટ છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધી 4 લાખ 25 હજાર 830 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 778
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 37,636
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 17
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 421
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 26,744
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 8913

મણિનગર સ્વામીનારાયણ મંદિરનાં સંતને થયો Corona

થોડા સમય પહેલા મણિનગર સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીનો મોંથી પ્રસાદ વહેચતા હતા તે સ્વામીજી ખુદ Coronaનો શિકાર બન્યા છે. હાલમાં આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. જેથી તેમના અનુયાયીઓ સ્વામીજી ઝડપથી સાજા થાય તે માટે ધૂન કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મણિનગર ગાદી સંસ્થાના અન્ય 7થી વધુ સંતો પણ Coronaનો શિકાર બન્યા હતા. તેઓ હવે સાજા થઇ જતા મંદિરે પરત ફર્યા છે જ્યારે આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીની તબિયત વધારે ખરાબ હોવાથઈ ભક્તો અને સંતો ધૂન કરીને સ્વામીજી ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાની તબિયત વધુ લથડી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ લથડી છે. ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી માટે આગામી 24 થી 48 કલાક મહત્વના છે. ભરતસિંહ સોલંકી પર પ્લાઝમા થેરાપી કરવામાં આવી. પરંતુ પ્લાઝમા થેરાપીથી ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઇ સુધારો ન થયો. અગાઉ ભરતસિંહ સોલંકી ઓક્સિજન સપોર્ટ પર હતા.

સુરતમાં ભાજપનાં ધારાસભ્યને થયો Corona

સુરત જિલ્લાના કામરેજ બેઠકના ભાજપના ધારાસભ્યનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઝાલાવાડીયા મુખ્યમંત્રી રૂપાણી સાથે ગત શનિવારના રોજ સુરત ખાતેની બેઠકમાં પણ સામેલ હતા. સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં 139 અને શહેરમાં 94 કેસ નોંધાયા હતા.

કોંગ્રેસનાં ધારાસભ્ય થયા Corona સંક્રમિત

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય Coronaથી સંક્રમિત થયા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વડોદરામાં આજે 68 નવા કેસ નોંધાયા

સંસ્કારી નગરી વડોદરામાં Coronaનાં 68 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 426 સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે અહીં વાધોડીયા રોડ , વારસીયા, માંજલપુર, ફતેપુરા, અલકાપુરી, પ્રતાપનગર, કિશનવાડી, સમા, દાંડીયાબજાર, કારેલીબાગ, નવાપુરા, વાડી, ગોરવા, ગોત્રી, નાગરવાડા, આજવા રોડ અને ગ્રામ્યમાં પાદરા, કોયલી, નંદેસરી, પોર, કરજણ અને શિનોરમાં કેસ નોંધાયા છે.

ભાવનગરમાં 20 કેસ નોંધાયા

ભાવનગરમાં એક સાથે 20 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે. શહેરમાં 12 અને ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. ભાવનગરમાં Corona કેસનો કુલ આંકડો 402 પર પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

ટાટાની સૌથી વધારે વેચાતી 3 કારો થઈ વધુ મોંઘી, આ કારના ભાવ ઘટ્યા

Pravin Makwana

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva

ગલવાન હિંસા : ચીને કહ્યું ભારત જવાબદાર સૈનિકો સામે કાર્યવાહી કરે અને શિસ્ત શિખવાડે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!