GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

કોરોનાના કારણે ભગવાન વિઠ્ઠલનાથજીની 211મી શોભાયાત્રા આ શહેરના રાજમાર્ગ પર નહીં નીકળે

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ વખતે ભગવાન વિઠ્ઠલનાથજીની 211મી શોભાયાત્રા શહેરના રાજમાર્ગ પર નહીં નીકળે. પરંપરાગત રીતે માંડવી સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભગવાન વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી વર્ષ દરમિયાન બે વખત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજવામાં આવે છે. ત્યારે દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નહિ કાઢવાનો નિર્ણય રાજવી પરિવાર સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે વરઘોડા મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતી કાલે સવારે પરંપરાગત શ્રીમંત ગાયકવાડ પરિવાર દ્વારા રાબેતા મુજબ પૂજા-અર્ચના કર્યા પછી મંદિર પરિસરની અંદર નાના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજી બિરાજશે.પરંપરાગત વરઘોડો નિજમંદિરમાં ફેરવીને ભગવાન માટે તેમના સ્થાન પર મૂકવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦ થી ૧ તથા સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. માસ્ક પહેર્યા વિના ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી.

READ ALSO

Related posts

વર્ષ 2015થી ઈન્કમટેક્સનું જો આ કામ બાકી હોય તો 30 સપ્ટેમ્બર સુધી સરકારે આપી છે આ છૂટછાટ

Harshad Patel

અમદાવાદના માણેકચોક બજારના સમયમાં કરાયો બે કલાકનો ઘટાડો, આ વ્યક્તિને બજારમાં નો એન્ટ્રી

Nilesh Jethva

WHATSAPP યુઝર્સ માટે આવી મોટી ચેતવણી, આ બાબતથી રહો સાવધ નહીં તો થશે મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!