GSTV

Coronaથી સંપૂર્ણ રીતે મુક્ત થયા બાદ 23માં દિવસે મહિલાનું થયું મોત

લોકડાઉન

વડોદરામાં શુક્રવારે કોરોના (Corona) હોટ સ્પોટ નાગરવાડા વિસ્તારની ૪૫ વર્ષની મહિલાનું મોત થયુ હતુ. મહિલાને અગાઉ કોરોના પોઝિટિવનું નિદાન થયુ હતુ અને સારવાર બાદ તે કોરોના મુકત થતા રજા પણ અપાઇ હતી જો કે તેની ફરીથી તબિયત બગડતા આજે બપોરે ગોત્રી હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત થયુ હતું. ડાયાબિટિસ હતુ અને કિડનીની બીમારી પણ હોવાથી ડાયાલિસિસ ઉપર હતી, શુક્રવારે ગોત્રી હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે પહોંચી અને મોત થયું.

Corona મુક્ત હોવાથી આપી દેવામાં આવી હતી રજા

નાગરવાડામાં મુસ્લિમ બોર્ડિેંગ પાછળ રહેતી નિલોફર યુસુફ પઠાણ (ઉ.૪૫)ને ગત તા.૧૫ એપ્રિલના રોજ કોરોના પોઝિટિવનું નિદાન થયુ હતું. નિલોફરને ડાયાબિટિસ અને કિડનીની બીમારી પણ હતી. જેના કારણે રેગ્યુલર ડાયલિસિસ કરાવવુ પડતુ હતુ જો કે સારવાર દરમિયાન તે કોરોના મુક્ત બની હતી અને રજા આપી દેવામાં આવી હતી.

ક્વોરેન્ટાઇન પીરિયડ પણ પુરો થઇ ગયો હતો

જે બાદ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ પુરો થઇ ગયો હતો. આ દરમિયાન આજે તેને ડાયાલિસિસ માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી પરંતુ તેનું ડાયાબિટિસ લેવલ હાઇ થઇ જતા અને રિકવરી નહી આવતા તેમનું મોત થયુ હોવાનું તેમના પરિવારજનોનું કહેવુ છે.

Read Also

Related posts

કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત

pratik shah

AMCના અધિકારીઓ સ્થાવર- જંગમ મિલકતો જાહેર કરવામાં કરી રહ્યા છે ગલ્લા તલ્લા!, જાણો શું છે કારણ

pratik shah

ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે 38 ફ્લાઇટ 1 કલાકથી વધુ મોડી પડી, 10 થઈ કેન્સલ : મુસાફરોને પડી મુશ્કેલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!