2019ના ડિસેમ્બરમાં આવેલ કોરોના વાયરસને કારણે સજાયેલ મહામારીથી સમગ્ર દુનિયા જાણે અટકી પડી હતી. માર્ચ, 2020થી દેશમાં કોરોનાને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ પ્રતિબંધોને 2 વર્ષ બાદ સંપૂર્ણપણે દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આજે રાજ્યોને પત્ર લખ્યો છે.

જોકે અમુક અહેવાલોમાં આ આદેશનું અર્થઘટન કરવામાં આવ્યું છે. કેન્દ્રએ રાજ્યોને 31મી માર્ચ તમામ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા જણાવ્યું છે પરંતુ અમુક અહેવાલોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મરજિયાત કરવાનો આદેશ કેન્દ્રએ રાજ્યોને આપ્યાના અહેવાલ પ્રસારિત થતા સ્વાસ્થય મંત્રાલયે તાકીદે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે લાદેલ પ્રતિબંધો દૂર કરવા જણાવાયું છે પરંતુ, માસ્કમાંથી છૂટ નથી મળી, તે પહેરવું ફરજીયાત જ છે. હાથની સ્વચ્છતાં રાખવી પણ ફરજીયાત છે અને કોરોના ફરી ન ફેલાય તે માટે સોશિયલ ડિસટન્સ પણ જાળવવું જરૂરી છે.
કોરોનાના કેસની વાત કરીએ તો, હાલ, ભારતમાં 4 કરોડ જેટલાં કેસ અત્યારસુધી નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 12 લાખ કેસ નોંધાયા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ