GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કોરોનામાં હવે બેંકો માટે છે આ સૌથી મોટી મુશ્કેલી, મદદ ન મળી તો ઘણી બેંકો ડૂબી જશે

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન કહે છે કે, આગામી છ મહિનામાં બેંકોમાં ફસાયેલી કર્જ – દેવું – એનપીએમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, સમસ્યાને જેટલી ઝડપથી ઓળખી લેવામાં આવશે તેટલું વધારે સારું. કોવિડ -19ને રોકવા માટે લોકડાઉનના કારણે ઘણી કંપનીઓ પર વિપરીત અસર પડી છે અને તેમાંથી ઘણાંને લોનના હપ્તા ભરપાઇ કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જનધન ખાતાઓની સફળતા સામે અર્થશાસ્ત્રીઓના મંતવ્ય સાવ અલગ

રાજને નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઇઆર) દ્વારા આયોજિત ઈન્ડિયા પોલિસી ફોરમ 2020 ના અધિવેશનમાં કહ્યું હતું કે, જો આપણે હકિકતમાં એનપીએના વાસ્તવિક સ્તરને ઓળખીએ તો આગામી 6 મહિનામાં તેનું સ્તર એકદમ અણધાર્યું હશે. આપણે જેટલું વહેલા તેને સ્વીકારીશું, એટલું સારું. કારણ કે આપણે ખરેખર આ સમસ્યાનો સામનો કરીને તેનો ઉપાય કરવાની જરૂર છે. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્થિક સુધારા અંગેના લેખનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે જનધન ખાતાઓની સફળતાની વાત કરે છે પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓના મંતવ્ય આનાથી અલગ છે.

કૃષિ ક્ષેત્રમાં યોગ્ય અમલવારીથી અર્થવ્યવસ્થાને મોટા ભાગે થશે ફાયદો

રાજને કહ્યું, અમને હજી પણ લક્ષ્યાંકિત લોકોને લાભ સ્થાનાંતરિત કરવામાં મુશ્કેલી આવી રહી છે. લોકો હજી પણ વૈશ્વિકરણની વાત કરી રહ્યા છે કારણ કે આપણે લક્ષ્ય રાખી શકતા નથી. જનધન એવી રીતે કામ કરી શક્યું નથી જે રીતે એની જાહેરાત કરવામાં આવતી હતી. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વિશેની એક સકારાત્મક બાબત એ કૃષિ ક્ષેત્ર છે જે ખરેખર સારું કરી રહ્યું છે. રાજને કહ્યું, ચોક્કસપણે સરકારે સુધારાને આગળ કર્યા છે. આ સુધારા બાબતે લાંબા સમયથી વાત થઈ રહી હતી. તેને યોગ્ય રીતે અમલમાં મૂકવાથી અર્થવ્યવસ્થાના મોટા ભાગને ફાયદો થશે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!