GSTV
Gujarat Government Advertisement

કોરોનાને હરાવશે આર્યુવેદ? આ રાજ્યમાં શરૂ થયું આયુર્વેદિક દવાઓનું પરીક્ષણ

કોરોના

Last Updated on June 6, 2020 by Bansari

કોરોના સામે લડવા સમગ્ર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યા છે. કેટલાક દેશોની કંપનીઓ દવાની એકદમ નજીક પહોંચી જવાનો દાવો કરી રહી છે. આ સૌની વચ્ચે હવે ભારતમાં પણ આયુર્વેદની દવાઓનો કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના જયપુરમાં કોરોનાના દર્દીઓ પર આયુર્વેદિક દવાઓનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

Corona

12000 લોકો પર ટેસ્ટિંગ

જયપુરના રામગંજમાં 12000 લોકો પર આયુર્વેદની એક ઈમ્યુનિટીની દવાની ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આયુષ મંત્રાલય આ ટ્રાયલ ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન ટીમની સાથે મળીને કરી રહી છે. આયુષ મંત્રાલયના આધિન કામ કરનારા રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાએ કોરોનાને લઈને ચાર દવાઓ બનાવી છે જેમાંથી એકનું નામ છે આયુષ 64. જેને પગલે આયુષ મંત્રાલય ઉત્સાહિત છે.

રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન જયપુરે કોરોનાના દર્દીઓ પર આનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. આ ક્લિનિકલ ટ્રાયલ કોવિડ-19 ના પ્રથમ સ્ટેજના દર્દીઓ પર જયપુરના એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરનું કહેવુ છે કે આ દવા સામાન્ય રીતે પહેલા મલેરિયા માટે આપવામા આવતી હતી પરંતુ આમાં કેટલાક પરિવર્તન સાથે કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે.

ત્રણ-ચાર મહિનામાં આવશે પરિણામ

આના અધ્યયન માટે ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશનનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરે કહ્યુ કે ત્રણથી ચાર મહિનામાં આના રિઝલ્ટ સામે આવી જશે. શરૂઆતી પરિણામ સારા દેખાઈ રહ્યા છે. આ સિવાય 12000 લોકોને લઈને આયુર્વેદિક દવા સંશમની બુટીના ઈમ્યુનિટી બુસ્ટરનો ટ્રાયલ પણ શરૂ કરવામા આવ્યા છે. રામગંજ જેવા કંન્ટેન્ટમેન્ટ એરિયાના લોકોને આ દવાની બે-બે ગોળીઓ સવાર-સાંજ ખવડાવવામાં આવી રહી છે. 45 દિવસ બાદ પરિણામનુ અધ્યયન કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!