GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ભારતના આ શહેરમાં 12,000 લોકો પર કોરોનાની આયુર્વેદિક દવાનું ટેસ્ટિંગ, 4 દવાઓ કરી તૈયાર

કોરોના સામે લડવા સમગ્ર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યા છે. કેટલાક દેશોની કંપનીઓ દવાની એકદમ નજીક પહોંચી જવાનો દાવો કરી રહી છે. આ સૌની વચ્ચે હવે ભારતમાં પણ આયુર્વેદિક દવાઓનો કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના જયપુરમાં કોરોનાના દર્દીઓ પર આયુર્વેદિક દવાઓનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. જયપુરના રામગંજમાં 12000 લોકો પર આયુર્વેદની એક ઈમ્યુનિટીની દવાની ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાએ કોરોનાને લઈને ચાર દવાઓ બનાવી

કેન્દ્રીય આયુષ મંત્રાલય આ ટ્રાયલ ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન ટીમની સાથે મળીને કરી રહી છે. આયુષ મંત્રાલયના આધિન કામ કરનારા રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાએ કોરોનાને લઈને ચાર દવાઓ બનાવી છે જેમાંથી એકનું નામ છે આયુષ 64. જેને પગલે આયુષ મંત્રાલય ઉત્સાહિત છે.રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન જયપુરે કોરોનાના દર્દીઓ પર આનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે.

પ્રથમ સ્ટેજના દર્દીઓ પર જયપુરના એક ખાનગી હોસ્પિટલમાં કરાયો પ્રયોગ

આ ક્લિનિકલ ટ્રાયલ કોવિડ-19 ના પ્રથમ સ્ટેજના દર્દીઓ પર જયપુરના એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરનું કહેવુ છે કે આ દવા સામાન્ય રીતે પહેલા મલેરિયા માટે આપવામા આવતી હતી પરંતુ તેમા કેટલાક પરિવર્તન સાથે કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે.તેના અધ્યયન માટે ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશનનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

મંત્રીમંડળમાં સિંધિયા સમર્થકોને જોઈએ છે મલાઈદાર વિભાગો, ભાજપના નેતાએ કહી આ મોટી વાત

Mansi Patel

પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, યુરોપિયન દેશો બાદ હવે આ મહાસત્તાએ પણ PIAની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

Pravin Makwana

ક્યાંય તમે તો નથી છેતરાયાને ?, અમદાવાદમાં જાણીતી કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!