GSTV

અમેરિકામાં ફસાયેલા ભારતીયોને મળી રાહત, એચ-1બી વીઝાના સમયગાળાને વધારવાની મળી મંજૂરી

અમેરિકા

Last Updated on April 15, 2020 by pratik shah

કોરોના વાયરસના કારણે અમેરિકામાં ફસાયેલા હજારો ભારતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટ્રમ્પ સરકારે એચ-1બી વીઝા હોલ્ડર્સને વધુ સમય સુધી દેશમાં રહેવાની અનુમતિ આપી આપવા માટેના આવેદનનો સ્વીકાર કરવાની શરૂઆત કરી દીધી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ આખી દુનિયા લોકડાઉનનું પાલન કરી રહી છે અને દરેક યાત્રાની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એચ-1બી વીઝામાં કંપનીઓને વિશેષતાઓના આધારે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની પરવાનગી આપવામાં આવે છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ આ વીઝાના આધાર પર ભારત અને ચીન જેવા દેશોના હજારો લોકોને દર વર્ષે નોકરી આપે છે. 

Coronaને કારણે આવી શકે છે પડકારો

અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એક નવી સુચનામાં કહ્યું છે કે તે એ વાતને સમજે છે કે કોરોના વાયરસ મહામારીના કારણે પ્રવાસને લગતા પડકારો આવ્યા છે. અમેરિકાએ આ ઘોષણા એવા સમયે કરી છે જ્યારે વિવિધ દેશોએ પોતાની સીમાઓ બંધ કરી દીધી છે અને આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે.

નક્કી કરેલા સમય કરતા વધુ સમય રહી શકે છે અમેરિકામાં

યાત્રા પ્રતિબંધોના કારણે ઘણા એવા એચ-1બી વીઝા ધારક અમેરિકામાં ફસાયેલા હતા જેમના વીઝા પરમિટનો સમયગાળો ટૂંક સમયમાં જ પૂરો થવા જઈ રહ્યો હતો. જોકે ડીએચએસ ટૂંક સમયમાં જ આવા વીઝાના વિસ્તાર માટે આવેજન લેવાનું શરૂ કરી દેશે જેમનો સમયગાળો સમાપ્ત થવાનો છે. વિભાગે કહ્યું, અમે માનિએ છીએ કે કોરોના વાયરસના કારણે બીજા દેશના નાગરીકો પોતાના વિઝાના નક્કી કરેલા સમયગાળાથી વધુ સમય અમેરિકામાં રહી શકે છે.  

Read Also

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!