GSTV

33 ટ્રેની અધિકારીઓને કોરોના થતાં 48 કલાક માટે આ એકેડેમી કરાઈ બંધ : પાંચ કન્ટેઇનમેન્ટ ઝોન બનાવાયા

ઉત્તરાખંડના મસૂરીમાં આવેલી લાલ બહાદૂર શાસ્ત્રી એડમિનિસ્ટ્રેટિવ એકેડેમીમાં પણ કોરોના પહોંચી ગયો હતો. અહીં 33 ટ્રેની અધિકારીઓને કોરોના થતાં 48 કલાક માટે એકેડેમી બંધ કરી દેવી પડી હતી.

એકેડેમીમાં તાલીમ લઇને તૈયાર

દેશના ટોચના સનદી અમલદારો આ એકેડેમીમાં તાલીમ લઇને તૈયાર થયા છે. સ્થાનિક વહીવટી તંત્રે એકેડેમીમાં જ પાંચ કન્ટેઇનમેન્ટ ઝોન બનાવ્યા હતા. એકેડેમીમાં તાલીમ લઇ રહેલા તમામ ટ્રેનીને ઓનલાઇન અભ્યાસ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.

428 ટ્રેની ઑફિસર્સ તાલીમ લઇ રહ્યા

અત્યારે એકેડેમીમાં 95 ફાઉન્ડેશન કોર્સ માટે 428 ટ્રેની ઑફિસર્સ તાલીમ લઇ રહ્યા હતા. આટલા બધા કોરોના પોઝિટિવ કેસ આવ્યા પછી હવે આખી એકેડેમીને સેનિટાઇઝ્ડ કરવાની વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્રે કરી હતી. હાલ એકેડેમીના ગંગા, કાવેરી, નર્મદા, સિલ્વર વૂડ અને હેપ્પી વેલી વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. દેશ આઝાદ થયા બાદ બાહોશ સનદી અમલદારો તૈયાર કરવા માટે આ એકેડેમી સ્થાપવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!