GSTV

Corona: બાઈક પર જાન લઈને ગયો દુલ્હો, કન્યા પણ બાઈક પર બેસીને ગઈ સાસરિયે, ના થઈ કોઈ ધૂમધામ

Corona

Last Updated on April 22, 2020 by Karan

કોરોના (Corona) વાયરસને કારણે લોકડાઉન દરમ્યાન દરેકને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ઘેરી જિલ્લામાં મંગળવારે આવું જ કંઈક થયું હતું. લોકડાઉનની વચ્ચે એક લગ્ન હતું, ત્યારબાદ વરરાજાએ મજબૂરીમાં બાઇક પર બેસાડીને દુલ્હનનેલઈ જવી પડી હતી.

વરરાજા બાઇક પર દુલ્હન સાથે ઘરે પરત ફર્યા

સાત ફેરા લીધા બાદ પરિવારે કન્યા વિદાય કરી દીધી હતી. જેથી વરરાજાને બાઇક દ્વારા દુલ્હન સાથે ઘરે પરત આવવું પડ્યું હતું. સિંગાહી પોલીસ સ્ટેશનના નિબોરીયા ગ્રામ પંચાયતના મજરા પ્રેમનગરમાં રહેતા રાજેશના લગ્ન નિઘાસનના ઝંડી ગામની રાધિકા સાથે થયા હતા. 20 એપ્રિલે, લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ લોકડાઉનને કારણે, આ કાર્યક્રમ ધામધૂમથી થઈ શક્યો નહીં.

લોકડાઉનનાં નિયમોનું પાલન કરીને કર્યા લગ્ન

બંને પરિવારોએ સામાજિક અંતર બનાવીને લોકડાઉનનાં નિયમોનું પાલન કરીને નિયત તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું. હતું. વરરાજા સોમવારે તેના પિતા અને ભાઈઓ સાથે ચાર બાઇક લઇને પહોંચ્યો હતો. તેણે ધાર્મિક વિધિ સાથે સાત ફેરા લીધાં અને સાંજે તે બાઇક પર વહુને ઘરે લઈ ગયો.

Read Also

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!