GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમદાવાદમાં કોરોનાની બદલાઈ પેટર્ન, જૂના સ્થાન છોડી નવા વિસ્તારો બની રહ્યા છે હોટસ્પોટ

Corona

ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં વધુ 275 નવા કેસ નોંધાતા કુલ આંક 9724 થયો છે. અમદાવાદ હવે 10 હજારની નજીક પહોંચી ગયો છે. તો મોતની સંખ્યા પણ અમદાવાદમાં ગઈકાલે વધુ 26 લોકોના મોત સાથે કુલ આંક 645 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં મધ્ય તેમજ દક્ષિણ ઝોનમાં કન્ટેઈનમેન્ટ હેઠળના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. જ્યારે અન્ય કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં નથી એવા નવા વાડજ, બાપુનગર, ઠક્કરબાપા નગર, નરોડા, ગોમતીપુર તેમજ સાબરમતી વિસ્તારોમાં કોરનાના કેસો વધી રહ્યા છે.

જમાલપુર, દાણિલીમડા જેવા જૂના હોટસ્પોટ વિસ્તારોમાં કેસ ઘટ્યા

અમદાવાદના હોટસ્પોટ ગણાતા જમાલપુર અને દાણીલિમડા જેવા વિસ્તારોમાં અત્યાર સુધ સૌથી વધારે કેસો આવ્યા છે આ ઝોનમાં પણ હવે પોઝીટીવ કેસ માંડ બેથી પાંચ જેટલા નોંધાઈ રહ્યા છે. દાણી લીમડામાં એક પણ કેસ નોંધાયો નથી. અન્ય વિસ્તારોમાં 100થી વધુ નવા કેસ નોધાય છે. જમાલપુરમાં છેલ્લા 5 દિવસમાં માત્ર 13 કેસ નોંધાયા છે. શાહપુર વિસ્તારમાં પણ છેલ્લા 4 દિવસમાં માંડ 10 કેસ નોંધાય છે. ફક્ત એક જ દિવસની વાત કરવામા આવે તો નવા વાડજમાં 10 , સાબરમતીમાં 11, બાપુનગરમાં 13, નરોડામાં 11, ગોમતીપુરમાં 15, મણિનગરમાં 12 અમરાઈવાડીમાં 8 અને લાંભા તેમજ કુબેરનગરમાં 7 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદમાં રીકવરી સાથે મોતની ટકાવારી વધી

અમદાવાદ શહેરમાં 5 મે 2020ના રોજ રિકવરી રેટ લગભગ 15.85 ટકા હતો, ગુજરાતમાં 22.11 ટકા અને ભારતમાં 28.62 ટકા હતો. અમદાવાદમાં વિવિધ પગલાંઓને પગલે છેલ્લા 15 દિવસની સ્થિતિની સમિક્ષા કરાઈ હતી. જેમાં રિવકરી રેટમાં અમદાવાદ સિટીમાં  અગાઉના રિકવરી રેટ કરતાં 140 ટકાનો વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં અગાઉના રિકવરી રેટ સામે 92 ટકાનો વધારો થયો છે. અને દેશમાં રિકવરી રેટમાં 43 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 3658 લોકોને ડિસ્ચાર્જ મળ્યું છે તો 5421 કેસ એક્ટિવ છે. અમદાવાદમાં હજુ 56 ટકા કેસ એક્ટિવ છે. અમદાવાદમાં આજે 328 લોકો ડિસ્ચાર્જ અપાયું છે જે સામે 275 લોકો પોઝીટીવ આવ્યા છે. અર્થાત અમદાવાદમાં પણ રિકવરી દરમાં વધારો થયો છે. અમદાવાદમાં એક દિવસમાં નવા નોંધાયેલા કેસ સામે 119 ટકા રિકવરી મળી છે. અમદાવાદમાં મોતની સંખ્યા પણ વધી રહી છે એ પણ હકિકત છે. અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં મોતની ટકાવારી પણ 136 ટકા થઈ છે.

Read Also

Related posts

કોરોનાની કામગીરી મામલે રાજ્ય સરકારનો ગંભીર છબરડો આવ્યો સામે, સરકારી વેબસાઈટના આંકડામાં ગોલમાલ

Nilesh Jethva

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો ખેડૂતોને યોજનાનો લાભ મળશે કે નહીં, આ છે નિયમો

Dilip Patel

પરણિત યુવકે મોટી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!