GSTV

કોરોના સંકટ/ એસવીપી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટનું ચોકાવનારૂં નિવેદન, દર્દીઓ માટેની જરૂરીયાત વસ્તુની છે ભારે અછત

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એસવીપી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટનું ચોકાવનારૂં નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ માટેના બેડ ખૂટી પડ્યા છે.  અને હોસ્પિટલનો મોટા ભાગનો સ્ટાફ અને રેસિડેન્ટ તબીબોને કોરોનાગ્રસ્તનો ચેપ લાગ્યો છે.  હોસ્પિટલમાં જગ્યા ન હોવાન કારણે કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. હાલ એસવીપીમાં  માત્ર 300 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે

કોરોના

કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનું આક્રમણ હજુ પણ યથાવત્ છે. આજે નવાં ૧૩૬૪ કેસો નોંધાયા છે અને અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧૨ કોરોના દર્દીઓના મોત થયા છે. આજના કેસોના ઉમેરા સાથે રાજ્યમાં કુલ કેસોનો આંક ૧,૧૭,૭૦૯ થયો છે અને કુલ મોતનો આંક ૩૨૫૯ થયો છે.

રાજ્યમાં કુલ કેસોનો આંક ૧,૧૭,૭૦૯ થયો

ત્યારે બીજી તરફ સૌથી વધુ સુરતમાં ૨૮૧સ અમદાવાદમાં ૧૬૫, રાજકોટમાં ૧૪૩, જામગરમાં ૧૨૬ કેસ નોંધાયા છે. રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસોએ અજગર ભરડો લીધો છે. રાજ્યમાં આજે સુરતમાં પાંચ, અ મદાવાદમાં ત્રણ, રાજકોટમાં બે, ગીર-સોમનાથમાં એક અને વડોદરામાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયા છે.

કોરોના

ઉલ્લેખનીય છે કે આ ૧૨ દર્દીઓના મૃત્યુ માત્ર અને માત્ર કોરોનાના કારણે થયા છે. કોર્બિડ દર્દી એટલે કે કોરોના સિવાય કોઇ બીમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવા મૃત્યુને સરકાર કોરોનાના કારણે થયેલું મૃત્યુ ગણતી નથી. ગુજરાતમાં અત્યારે કુલ ૧૬,૨૯૪ એક્ટિવ કેસો છે, જે પૈકી ૧૬,૧૬૯ કેસો સ્ટેબલ અને ૯૮ કેસ વેન્ટિલેટર પર છે.

READ ALSO

Related posts

IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી હાર, દિલ્હી કેપિટલ્સે 44 રનથી હરાવ્યું

Pravin Makwana

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!