GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોનાનું કાળચક્ર: શહેરમાં નવા 314 દર્દીઓ નોંધાવાની સાથે 22નાં કરૂણ મોત, અમદાવાદમાં દર્દીઓની સંખ્યા 12 હજારને પાર

રાજ્યમાં અનલોકન-1 લાગુ કરાયું છે, ત્યારે જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. જ્યારે આ ઘાતક કોરોના વાયરસની અસર અમદાવાદમાં સૌથી વધુ જોવા મળી છે. ત્યારે એક જ દિવસમાં નવા ૩૧૪ દરદીઓ નોંધાયા છે, જેઓએ જુદી જુદી હોસ્પિટલોમાં અથવા ઘરે રહીને સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે ૨૨ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 864નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર સહીત કુલ દર્દીઓની સંખ્યા 12494 પર પહોંચી ગઈ છે. પરિસ્થિતિ વધુ વિકટ બની છે. બીજી તરફ સાજા થયેલાં ૭૯૦ દરદીઓને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

કુલ દર્દીઓની સંખ્યા 12494

વિસ્તારકેસ
બાપુનગર56
ઠકકરનગર31
કુબેરનગર18
નરોડા36
સરસપુર21
સૈજપુર21
ઈન્ડિયા કોલોની7
સરદારનગર8
  

લૉકડાઉનની શરતો હળવી કર્યા બાદ પશ્ચિમ ઝોનમાં એકાએક કેસો વધવાના શરૂ થયા છે. વાસણામાં ૧૮, પાલડીમાં ૧૧, નવાવાડજમાં ૧૭ સાથે એક જ દિવસમાં ૭૦ દર્દી નોંધાયા છે. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં નવા ૨૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ ઉત્તરઝોનમાં બાપુનગરમાં ૧૮, નરોડામાં ૧૩, ઠક્કરનગરમાં ૧૨ અને સરસપુર-રખિયાલમાં ૧૧ સાથે ૭૩ કેસ નવા નોંધાયા છે. ફલેટો, સોસાયટીઓ ઉપરાંત ચાલીઓ અને ઝૂંપડપટ્ટીના ગીચ વિસ્તારોમાં દરદીઓ નોંધાવાનું ચાલું થયું છે, તે બાબત સંક્રમણની દ્રષ્ટિએ ગંભીર છે. બીજી તરફ આજે અનલોક-૧નો તબક્કો શરૂ થતાં લોકો મોટી સંખ્યામાં બહાર નિકળ્યાં હતાં.

કોરોનાની સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર    
ઝોનકુલ દર્દીઓસાજા થયામૃત્યુસારવાર હેઠળ
મધ્યઝોન32362266303667
પશ્ચિમ ઝોન145377065618
ઉત્તર પશ્ચિમ42028311126
દક્ષિણ પશ્ચિમ57025223295
ઉત્તર ઝોન21431059138946
પૂર્વ ઝોન1539708119712
દક્ષિણ ઝોન26021762174666
કુલ119637100833403
     

લોકોએ રાહત અનુભવી છે. તમામ બ્રિજ ચાલુ થઈ જતાં જેને કામ હોય ત્યારે ફરી ફરીને જવું પડતું હતું, તે બાબતનો અંત આવ્યો છે. જાણે કશું જ નથી તેવું ફીલ કરવા માંડયા છે. જેની સાથે જ ડર ઉડી જતાં સંખ્યાબંધ લોકો એવા જોવા મળ્યા હતા જેમણે માસ્ક જ પહેર્યા ના હતાં. કેટલાંકે નાકથી નીચે ગળામાં લટકતાં રાખ્યા હતાં. માસ્ક અને સોશ્યલ ડિસ્ટીન્સિંગનું પાલન નહીં થાય તો બહું જ ખરાબ પરિણામ આવશે, કેસો એકાએક વધી જશે તેવી આગાહી આ ક્ષેત્રના જાણકાર ડૉક્ટરો કરી રહ્યાં છે.

ક્યા ઝોનના કેટલાં દર્દી સારવાર હેઠળ ?
મધ્યઝોન667
ઉત્તર ઝોન946
દક્ષિણ-પશ્ચિમ295
પશ્ચિમ-ઝોન618
ઉત્તર-પશ્ચિમ126
પૂર્વ ઝોન712
દક્ષિણ ઝોન666
કુલ4030

ઉપરાંત ૪૮ વોર્ડમાં જે વ્યક્તિની તબિયત ખરાબ હોય તે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જાય તો ત્યાંના મેડિકલ ઓફિસર ટેસ્ટની વ્યવસ્થા કરશે.પરંતુ જે દર્દીની સ્થિતિ ખરાબ હોય અને ટેસ્ટ કરવાની રાહ જોવા જેવું ના લાગે, શ્વાસ ચડતો હોય તો તુરંત દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી આપશે. જ્યાં ટેસ્ટ કર્યા બાદ પોઝિટિવ રિપોર્ટ આવશે તો ત્યાંનો ખર્ચ મ્યુનિ. ભોગવશે અને રિપોર્ટ નેગેટિવ આવે તે હોસ્પિટલનો ખર્ચ દરદીએ ભોગવવો પડશે તેવું નક્કી થયું છે. ઉપરાંત વિસ્તારવાર મ્યુનિ.ના અધિકારીઓને પણ સંકલનની જવાબદારી સોંપાઈ છે. સરકારે કોરોનાની માહિતી ઓછી જાહેર કરવાનું ચાલુ કર્યું તેની સાથે સાથે જે ૭.૩૦ વાગ્યે નિયમિત વિગતો મુકાઈ જતી હતી, તેમાં પણ ખૂબ જ મોડું કરવાનું ચાલુ કર્યું છે.

તારીખકેસ( કૌંસમાં અમદાવાદનાકેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)
29 મે372(253)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)

પાલડી અને વાસણામાં 24 કલાકમાં 29 કેસ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને લઈને પરિસ્થિતિ સતત વકરતી જઈ રહી હોય એમ જણાય છે.શહેરના મેયર બિજલ પટેલ અને પક્ષનેતા અમિત શાહના વાસણા વોર્ડમાં કુલ મળી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના ૨૯ કેસ નોંધાયા છે. આ અંગે મળતી માહીતી મુજબ,અનલોક-વનમાં લોકડાઉનમાંથી આપવામાં આવેલી વ્યાપક છૂટછાટ બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલડી અને વાસણા વોર્ડમાં રવિવાર સાંજે પુરા થતાં ચોવીસ કલાકમાં કોરોનાના કુલ ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.આ બંને વોર્ડ એટલા માટે મહત્વના છે કેમકે પાલડી વોર્ડમાંથી મેયર આવે છે અને વાસણા વોર્ડમાંથી પક્ષનેતા.વાસણા વોર્ડમાં આવેલા ગુપ્તાનગર,વાડીલાલ એપાર્ટમેન્ટ,સ્વામીનારાયણપાર્ક,સ્વસ્તિક ફલેટ,સિદ્ધાર્થ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉપરાંત સિલ્વરફલોરામાં ત્રણ લોકો પોઝિટિવ થયા છે.રાજયશરીવેરા,યોગેશ્વરનગર અને શિવશકિતનગર એમ કુલ મળી અઢાર પોઝિટિવ કેસ વાસણામાં નોંધાયા છે.પાલડીના ફતેપુરામાં આવેલા સરોજ ફલેટમાં રહેતા એક જ પરીવારના ચાર લોકો કોરોના પોઝિટિવ થયા છે.ઉપરાંત વિશ્વભારતી સોસાયટી,કાશ્મીરા સોસાયટી સોપાન એલીગન્સ અને આરતી એપાર્ટમેન્ટમાં એક-એક મળી કુલ ૧૧ પોઝિટિવ કેસ પાલડીમાં રવિવાર સાંજ સુધીમાં નોંધાયા છે.પશ્ચિમઝોનના વિવિધ વોર્ડમાં રવિવાર સાંજ સુધીમાં કુલ ૬૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.

વાસણાઃ મણિરત્નમ બંગલોમાં એક પરિવારમાં ચાર પોઝિટિવ

મળતી માહીતી પ્રમાણે વાસણામાં આવેલા મણિરત્નમ બંગલો-વિભાગ બેમાં રહેતા એક પરીવારના ચાર લોકો કોરોના પોઝિટિવ થયા છે.જેમાં હસમુખભાઈ સી શાહ(૭૩),સીમાબેન એચ શાહ(૭૦),દીનેશભાઈ એચ શાહ(૪૫) અને મેઘના બેન ડી શાહ(૪૪)નો સમાવેશ થાય છે.

પશ્ચિમઝોનમાં આવેલો નવા વાડજ વોર્ડ જે પ્રમાણે કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે એને જોતા પશ્ચિમ ઝોનનુ હોટ સ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યુ છે.રવિવાર સાંજ સુધીમાં નવા વાડજ વોર્ડમાં ૧૭ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.વોર્ડમાં અંબિકાનગરમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.,રામજીભાઈની ચાલી,ચંદ્રભાગાના છાપરા,સિંધી સહજીવન સોસાયટી,સોરાબજી કંપાઉંડ,હરીઓમ એપાર્ટમેન્ટ,ગાંધીનગર સોસાયટી અને રામરાજય એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ચોવીસ કલાકમાં કુલ ૭૩ પોઝિટિવ કેસ અને ત્રણ દિવસમાં કુલ ૧૯૮ પોઝિટિવ કેસ સત્તાવાર રીતે નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોનાના સતત વધતા કેસની સાથે વિવિધ પ્રકારની મુકિત લોકડાઉનના અમલમાં આપી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં શહેરના બાપુનગર સહીતના ઉત્તર અમદાવાદમાં આવેલા નરોડા,સરદારનગર,કુબેરનગર સહીતના વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા છે.છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૭૩ પોઝિટિવ કેસ અને ત્રણ દિવસમાં કુલ ૧૯૮ પોઝિટિવ કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. મળતી માહીતી મુજબ, રવિવારની સાંજ સુધીમાં બાપુનગર વોર્ડમાં ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઠકકરનગરમાં ૧૨ પોઝિટિવ કેસ અને સરસપુર-રખિયાલમાં ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વની બાબત એ છે કે, લોકડાઉનમાં પૂર્વના વિસ્તારમાં વ્યાપાર-ધંધા શરૂ કરવા મામલે મુકિત આપવામાં આવી એ પછીના ત્રણ દિવસમાં ઉત્તરઝોનના તમામ વોર્ડમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. ખાસ કરીને બાપુનગર ઉપરાંત નરોડા વોર્ડ અને સરદારનગર તથા ઠકકરનગર અને સરસપુર-રખિયાલ વોર્ડમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે.

પશ્ચિમઝોન 
નવાવાડજ20
વાસણા29
પાલડી22
નવરંગપુરા11
સાબરમતી26
રાણીપ17
ચાંદખેડા9
  
દક્ષિણ-પશ્ચિમ 
જોધપુર27
વેજલપુર20
મકતમપુરા6
સરખેેજ4
  
ઉત્તર-પશ્ચિમ 
બોડકદેવ7
ચાંદલોડિયા1
ઘાટલોડિયા8
ગોતા8
થલતેજ7

અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહીનાથી કોરોનાના પોઝિટિવ કેસ ને લઈ હોટ સ્પોટ તરીકે વગોવાઈ ગયેલા વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં હાંશકારો અનુભવાયો છે. પૂર્વમાં ગોમતીપુરમાં માત્ર એક પોઝિટિવ કેસ અને મધ્યમાં જમાલપુર વોર્ડમાં માત્ર ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. મળતી માહીતી મુજબ, રવિવારે સાંજ સુધીમાં મધ્યઝોનમાં કોરોનાના ચાલીસ કેસ નોંધાયા હતા. જેમાં અસારવા વોર્ડમાં સૌથી વધુ તેર પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભાર્ગવ રોડ પર આવેલા રવિ રો હાઉસમાં રહેતા એક પરીવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. સાથે જ ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતા બે લોકો તથા શાહીબાગમાં આવેલા અનમોલ રેસીડેન્સમાં રહેતા ત્રણ લોકો પોઝિટિવ થયા છે. મહત્વની બાબત એ છે કે, મધ્યઝોનમાં જમાલપુર વોર્ડમાં માત્ર ત્રણ પોઝિટિવ કેસ અને પૂર્વમાં ગોમતીપુરમાં માત્ર એક જ પોઝિટિવ કેસ રવિવારે સાંજે પુરા થતા ચોવીસ કલાકમાં નોંધાયો હતો. સાથેજ શાહપુરમાં ચાર કેસ તો દરીયાપુરમાં પાંચ અને ખાડિયામાં ચોવીસ કલાકમાં માત્ર આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!