GSTV

Corona: લોકોના એકાઉન્ટમાં જમા કરવામાં આવી રહ્યા છે 91 હજાર રૂપિયા, જાણો શું છે વિગત

Corona

Last Updated on April 11, 2020 by Arohi

કોરોના (Corona) વાયરસ સામે સંઘર્ષ કરી રહેલા અમેરિકામાં સરકારે મદદ માટે લોકોના એકાઉન્ટમાં 91-91 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના કરોડો લોકોને આ પૈસા બુધવાર સુધી મળી જશે. આ મદદને યુનિવર્સલ ઈનકમ પેમેન્ટ કહેવામાં આવી રહી છે. 27 માર્ચે ટ્રમ્પે 2.2 ટ્રિલિયન ડોલરના કારોના વાયરસ પ્રોત્સાહન પેકેજનું એલાન કર્યું હતું. ત્યાં જ જે લોકોના ખાતામાં ટેક્નીકલ ખામીના કારણે પૈસા ટ્રાન્સફર ન થઈ શકે તે લોકોને સરકાર ટપાલ અથવા ચેક મોકલશે.

Coronaની ઈકોનોમી પર થઈ છે ખૂબ ખરાબ અસર

સરકાર એક નવી વેબસાઈટ પણ બનાવી શકે છે જ્યાં લોકો પોતાની બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ આપી શકશે. અમેરિકામાં બેરોજગારોની સંખ્યા એક કરોડ 68 લાખ થઈ ચુકી છે. કોરોના વાયરસની ઈકોનોમી પર ખૂબ ખરાબ અસર પડી છે. તેના કારણે આવનાર દિવસોમાં અન્ય લોકોની નોકરી પણ જઈ શકે છે.

 corona

Coronaના કારણે લાગુ કરવામાં આવ્યો CARES Act

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને CARES Act લાગુ કર્યો હતો. જે હેઠળ જે અમેરિકી વ્યક્તિ વર્ષમાં લગભગ 57 લાખ રૂપિયાથી ઓછુ કમાય છે તેમને 91,411 રૂપિયા આપવામાં આવશે. 57 લાખથી વધુ અને 75.4 લાખથી ઓછુ વાર્ષિક કમાવનાર લોકોને પણ અમુક રકમ મળશે. 75.4 લાખથી વધુ કમાણી કરનાર વ્યક્તિને પૈસા નહીં મળે. નાગરિકોની સાથે સાથે અમેરિકામાં રહી રહેલા સ્થાઈ નિવાસીઓને પણ મદદ કરવામાં આવશે. પરંતુ વીઝા પર રહેનાર લોકોને મદદ નહીં મળે.

nymag.comના રિપોર્ટ અનુસાર ટેક્સ ફાઉન્ડેશન નામની સંસ્થાનું અનુમાન છે કે અમેરિકામાં ટેક્સ ભરનાર 93.6 ટકા લોકોને 1200 ડોલક અથવા એનાથી અમુક ઓછી રકમ મળશે. જોકે અમેરિકી સરકારમાં વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સે જણાવ્યું હતું કે એક વખત ફક્ત 1200 ડોલર આપવા પૂરતા નહીં હોય.

Read Also

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!