દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાને લઈને હજુ પણ ઘણા લોકો બેદરકારી દાખવી રહ્યા છે. દરમિયાન આરોગ્ય વિભાગે દિલ્હીને લઈને ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે.

97 મોત, 70 એ નહોતી લીધી વેક્સીન
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે દિલ્હીમાં 97 કોરોના સંક્રમિત દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાંથી 70 લોકોને રસી લીધી ન હતી. તે જ સમયે 19 દર્દીઓએ રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો. માત્ર 8 દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા.
પહેલાની તુલનાએ હોસ્પિટલોમાં ઓછા દર્દીઓ
દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર બીએલ શેરવાલે કહ્યું કે કોરોનાની વર્તમાન સ્થિતિમાં હોસ્પિટલમાં પહેલાની સરખામણીએ ઓછા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. મૃત્યુની સંખ્યા અંગે તેમણે કહ્યું કે તે માત્ર કોરોનાના કારણે નથી. તેમણે કહ્યું કે વધુ મોત પાછળ કો-મોર્બિડિટી કારણ ઉભરી રહ્યું છે.
દિલ્હીમાં બુધવારે 40 કોરોના દર્દીઓના મોત
જણાવી દઈએ કે બુધવારે દિલ્હીમાં થયેલા મોતને લઈને સ્વાસ્થ્ય વિભાગે કોવિડ હોસ્પિટલો માટે ડેથ ઓડિટ કમિટીની રચના કરી છે. આ કમિટી કોરોનાના કારણે થયેલા મોતનો રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપશે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર બુધવારે દિલ્હીમાં 40 કોરોના સંક્રમિત દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 120 કોરોના દર્દીઓના મોત થયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!
- ભારતનો ડંકો / સ્વદેશી UPIની બ્રિટનમાં થશે એન્ટ્રી, જાણો કેવી રીતે કરી શકશો વ્યવહાર
- Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર
- ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર