GSTV

Corona ઇફેક્ટ: લૉકડાઉન હટતાં જ અહીં લગ્ન કરવા માટે તૂટી પડ્યાં લોકો, મેટ્રિમોનિયલ વેબસાઇટ ક્રેશ

Last Updated on April 11, 2020 by Bansari

Corona વાયરસના ખૌફ વચ્ચે જ્યાં ચીનમાં છૂટાછેડાના કેસમાં અધધ વધારો થયો છે ત્યાં હવે લગ્નની ઇચ્છા ધરાવતા લોકોનું જાણે કે ઘોડાપૂર આવી ગયું છે. તેને પૂર કહેવું જ યોગ્ય છે કારણ કે લગ્ન માટે ઑનલાઇન અરજી કરનારાઓની સંખ્યા અચાનક એટલી વધી ગઇ કે એપ જ ક્રેશ થઇ ગઇ. સ્થાનિક મેરેજ એપ Alipayનું કહેવું છે કે વુહાનમાં 76 દિવસ સુધી ચાલેલુ લોકડાઉન હટાવવામાં આવ્યા બાદ તેના ટ્રાફિકમાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના પગલે થોડા સમય માટે તેની એપ ક્રેશ થઇ ગઇ. જો કે હવે ટેક્નિકલ સમસ્યા દૂર કરવામાં આવી છે.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વુહાનમાં લગ્નના રજીસ્ટ્રેશન માટે ઑનલાઇન એપ્લિકેશન કરનારાઓની સંખ્યા અપેક્ષા કરતાં ઘણી વધી ગઇ છે. ટ્રાફિકમાં એકદમથી 300 ટકાનો ઉછાળો આવ્યો જેના કારણે થોડી વાર માટે એપ ફ્રીઝ થઇ ગઇ હતી. જો કે તે સંપૂર્ણ રીતે બંધ ન થઇ. જણાવી દઇએ કે Coronaના પ્રકોપના પગલે 1.1 કરોડની વસ્તી ધરાવતા વુહાનને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું અને લગ્નની અરજી પર પણ રોક લગાવી દેવામાં આવી હતી.

લગ્ન

સરળ નથી રાહ

Alipayની ટેક્નિકલ સમસ્યા દૂર થતાં જ ફરીથી અરજી કરનારાઓની સંખ્યા વધતી જઇ રહી છે. એવું લાગી રહ્યું છે જેમ કે બુધવારે હટાવવામાં આવેલા 76 દિવસોના લોકડાઉને સંબંધોને વધુ મજબૂત બનાવી દીધાં છે. જો કે તે વાત અલગ છે કે વુહાનમાં લગ્ન હવે પહેલાં જેટલાં સરળતાથી નહી થાય. કારણ કે લગ્ન કરનારે રજીસ્ટ્રેશન દરમિયાન સાબિત કરવુ પડશે કે તે Corona વાયરસ નેગેટિન છે. જો તેઓ તેમાં નિષ્ફળ રહે તો તેમનું લગ્નનું સપનુ હકીકતમાં તબદીલ નહી થઇ શકે.

ન હતી કોઇ આશા

લગ્ન માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન સ્વીકારવા ઉપરાંત આ એપ અન્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે. જેમ કે તેના દ્વારા બાળકોના ટ્રેંડિંગ નામ શોધી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ મોટાપાયે પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવે છે. જો કે જે રીતે છૂટાછેડાના કેસ વધતા જોવા મળ્યાં હતાં તેને ધ્યાનમાં લેતા કોઇએ વિચાર્યુ પણ નહી હોય કે લગ્નને લઇને આટલા લોકો રજીસ્ટ્રેશન કરાવશે.

Read Also

Related posts

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!