GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કોરોનાના શહિદને મોદી સરકારે 50 લાખનો વીમો તો આ રાજ્ય સરકારે એક કરોડની સહાય જાહેર કરી

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને કોમ્યુનિટી ટ્રાંસમિશનની હાલત સારી નથી. કેજરીવાલે આજે બપોરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાવાયરસનાં આંકડા કંટ્રોલમાં છે. તેમણે જણાવ્યું કે અહિંયા મૃતકોનાં આંકડામાં વધારો જોવા નથી મળી રહ્યો.

સૈનિકોની જેમ દેશની સેવા કરી રહ્યા છે ડોક્ટર

કેજરીવાલે જણાવ્યું કે કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર આજે સૈનિકોની જેમ દેશની સેવા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે જો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા કોઈપણ ડોક્ટર, સ્વાસ્થ્યકર્મી અથવા ચિકિત્સાકર્મીની મોત જો થાય તો દિલ્હી સરકાર તેમના પરિવારને 1 કરોડ રૂપિયાની સન્માનજનક રૂપિયા આપશે.

એલજી અનિલ બેઝલે મુખ્યમંત્રી કેજરીવાલ, મુખ્ય સચિવ અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી

મુખ્યમંત્રી કેજરીવાલે એપણ જણાવ્યું કે આ સન્માનજનક રૂપિયા પ્રાઈવેટ અથવા સરકારી તમામ માટે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડોક્ટરોની સુરક્ષા માટે PPE એટલે કે Personal protective equipmentની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે દિલ્હી સરકાર તમામ સ્વાસ્થ્યકર્મીઓ માટે તેની વ્યવસ્થામાં લાગેલા છે. દિલ્હીનાં એલજી અનિલ બેઝલે કોરોનાવાયરસથી લડવા માટે અને તેની તૈયારીઓ વિશે મુખ્યમંત્રી કેજરીવાલ, મુખ્ય સચિવ અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારને એ બાબતે સલાહ આપવામાં આવી છે કે દિલ્હીનાં એ વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા સેનેટાઈઝ કરવામાં આવે આ સિવાય ક્વારેનટાઈન સેંન્ટર્સ, સાર્વજનિક ક્ષેત્રોને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીએ લોકડાઉનના નિયમો તોડ્યા, સફાઈમાં કહ્યું કેટલાક ખાસ વ્યક્તિઓને અપાઈ છે છૂટ

Dilip Patel

દિલ્હી સહિત 5 રાજ્યમાં ગરમીનું રેડ એલર્ટ, આટલો ઉંચો જઈ શકે છે તાપમાનનો પારો

Ankita Trada

રિકવરી રેટમાં વાહવાહી લેતી રૂપાણી સરકાર દેશમાં આ નંબરે, પંજાબ ટોચના ક્રમે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!