GSTV
Corona Virus India News Trending

સાચવજો/ 100 પૈકીના 20 બાળકોને સંક્રમણનો ખતરો : આ 2 રાજ્યોએ જાહેર કરી ચેતવણી, આ કરશો તો જ દૂર રહેશે મહામારી

CHILD CORONA

નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલના કહેવા પ્રમાણે બાળકોમાં પણ વયસ્કોની માફક કોરોના સંક્રમણ રહે છે. આશરે 20થી 22 ટકા બાળકોમાં સંક્રમણનું જોખમ રહેલું છે જેની આઈસીએમઆર દ્વારા પણ પૃષ્ટિ કરવામાં આવી છે. મતલબ કે 100 પૈકીના 20 બાળકોને સંક્રમણ થઈ શકે છે.

ડૉ. પૉલે જણાવ્યું કે, બાળકોને બચાવવા માટેની પદ્ધતિઓનું વયસ્કોએ પાલન કરવાનું છે. ડરવાના બદલે લોકો પોતાના પરિવારનું ધ્યાન રાખશે તો તેનાથી બચી શકાશે. જો કે, તેમણે ત્રીજી લહેરમાં બાળકો પરના જોખમ અંગે કોઈ જાણકારી નહોતી આપી. તેમના મતે આવી કોઈ લહેર આવશે કે નહીં તેના વિશે હાલ કશું ન કહી શકાય. સાથે જ તેમણે સિંગાપુરથી કોઈ સ્ટ્રેન આવ્યો છે કે નહીં તેની કોઈ જાણકારી ન હોવાનું પણ કહ્યું હતું.

બાળકોનું ધ્યાન રાખવા વિનંતી

બાળકો

હકીકતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરથી આવેલા કોઈ સ્ટ્રેનનો હવાલો આપીને બાળકોનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. જો કે, તેમણે સિંગાપુરથી આવેલા કોઈ સ્ટ્રેનનું નામ નહોતું ઉજાગર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, જે રાજ્ય પાસે જીનોમ સિક્વન્સિંગની એક પણ લેબ ન હોય અને જેમણે અત્યાર સુધીમાં 50 લાખમાંથી 10,000 સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ ન કરાવ્યું હોય તેવા રાજ્યના મુખ્યમંત્રીએ આ પ્રકારની ઓછી જાણકારી સાથે ન બોલવું જોઈએ.

આ તરફ કર્ણાટકમાં પણ અનેક બાળકો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની માફક કર્ણાટકમાં પણ સંક્રમણની ત્રીજી લહેર દેખાઈ રહી છે. હવે પછીની કોરોના લહેર બાળકો માટે જોખમી બનવાની છે એવી નિષ્ણાતોની ચેતવણી આપી ચુકયા છે ત્યારે સિંગાપુરમાંથી મળી આવેલા નવા વેરિએન્ટથી ભય ફેલાયો છે.સિંગાપુરના સ્વાસ્થ્યમંત્રી ઓંગ યે કુંગના જણાવ્યા અનુસાર બી.૧.૬૧૭ નામનો વેરિએન્ટથી બાળકો કોરોના સંક્રમણનો ભોગ બની રહયા છે.આથી સરકારે પ્રાઇમરી અને સેકન્ડરી લેવલની સ્કૂલોને બંધ કરવાનું નકકી કર્યુ છે. આ સ્કૂલો બંધ કરવાનો એક માત્ર ઉદેશ સંક્રમણને ફેલાતું રોકવાનો છે.બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાશે તે પછી રોકવું મુશ્કેલ બને છે કારણ કે બાળકો એક બીજા સાથે ખૂબજ નજીકથી રહેતા હોય છે.

શિક્ષણ કાર્ય ઘરેથી કરવાનો નિર્ણય

કોરોના

પ્રાઇમરી, સેકન્ડરી સ્કૂલો અને કોલેજ સુધીનું શિક્ષણ કાર્ય પણ ઘરેથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પણ સ્કૂલોનું સત્ર ૨૮ મે એ પૂર્ણ થતું હતું તેને વહેલુ આટોપવામાં આવ્યું છે. સિંગાપુરમાં મળેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટના ૩૮ કેસ જોવા મળ્યા હતા જે છેલ્લા ૮ મહિનામાં સૌથી વધારે છે. સંક્રમિત થનારા દર્દીઓમાં મોટા ભાગના બાળકો છે. જે કોરોના સંક્રમિત થયા છે તેમાં મોટા ભાગના બાળકો છે.સરકારનું સ્પષ્ટ માનવું છે કે બી.૧.૬૧૭ વેરિએન્ટ બાળકો માટે જોખમી છે.

આ સંદર્ભને ટાંકીને દિલ્હી રાજયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવો વેરિએન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ ના બને તે માટે સિંગાપુર અને ભારત વચ્ચેના વિમાન વ્યહવારને સ્થગિત કરવાની માંગ કરી છે.તેમણે એક ટ્વીટમાં બાળકો માટે વેકિસનના વિકલ્પો અંગે વિચારવાનું પણ કેન્દ્ર સરકારને સૂચન કર્યુ છે. જો કે સિંગાપુરથી વિમાની સેવા સ્થગિત કરવાની માંગ અંગે કેન્દ્રીયમંત્રી હરદિપપુરીએ સ્પષ્ટતા કરી હતી કે ગત માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ઉડાણો બંધ છે અને સિંગાપુર સાથે એર બબલ પણ નથી.

Read Also

Related posts

દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ

GSTV Web Desk

નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ

Zainul Ansari

LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર

GSTV Web Desk
GSTV