GSTV

દેશના આ 5 રાજ્યોમાં છે કોરોનાનું સૌથી મોટું જોખમ, આરોગ્ય વિભાગે આપી ગંભીર ચેતવણી

કોરોના

ભારતના ઘણા રાજ્યોમાં, તહેવારની સિઝનને કારણે કોરોના વાયરસનાં ચેપનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોના ચેપના કેસોમાં વધારો થયો છે. જો કે, રાહતની વાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ દર નીચે આવી ગયો છે.

કોરોના

માત્ર 5 રાજ્યોના 49.4% કેસ

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં એકલા કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાંથી 49.4 ટકા કોરોના કેસ નોંધાયા છે. તહેવારની મોસમ પણ આનું એક મોટું કારણ હોઈ શકે છે. આરોગ્ય સચિવે કહ્યું, આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને અમે આ રાજ્યોની સરકારો સાથે સતત વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોવિડ -19 ના કુલ એક્ટિવ કેસનાં 78 ટકા તો દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ છે.

5 અઠવાડિયાથી મૃત્યુ દરમાં આવ્યો ઘટાડો

છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 થી થયેલા મોતનાં 58 ટકા કેસ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યાં છે. જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. જો કે, છેલ્લા પાંચ અઠવાડિયાથી, ભારતમાં કોવિડ -19 માંથી મૃત્યુનો ગ્રાફ નીચે ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવવાને કારણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

યુરોપ અને અમેરિકામાં કોરોનાએ સર્જી તબાહી

નીતી પંચના સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું કે યુરોપિયન દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ વિનાશ કરતાં ઘણી મોટી લાગી રહી છે. લોકો પર રોગનું સંકટ  તોળાઇ કરી રહ્યું છે. અહીં રોગચાળો ફરી એક વખત ચરમસીમા પર છે. અમેરિકામાં, લોકો કોરોનાની ત્રીજી લહેરના ક્રોધનો સામનો કરી રહ્યા છે.હાલમાં અમેરિકામાં કોરોનાનાં 28 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

વાયરસને મોટા પ્રમાણમાં ફેલાવાનો પડકાર પેદા થઇ શકે

ડો.વી.કે. પૌલે કહ્યું કે  કોરોના વાયરસનાં સુપર સ્પ્રેડ નાની-નાની સંખ્યામાં હોઇ શકે છે, જે ચેપ ફક્ત 2-4 લોકોને જ સંક્રમિત કરે છે, પરંતું આ મામલે વાયરસને મોટા પ્રમાણમાં ફેલાવાનો પડકાર પેદા થઇ શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે નિષ્ણાતો પહેલાથી જ કોરોના વાયરસનાં ટ્રાન્સમિષન રેટને લઇને ચિંતાતુર છે, જે તેના ફેલાવાનું મુખ્ય કારણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!