GSTV
breaking news Health & Fitness Life Trending

માત્ર ખાવામાં જ નહી શરીર માટે પણ ફાયદાકારક છે મકાઈના રેશા, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

ચોમાસામાં ભુટ્ટા એટલે કે, મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મકાઈનો સ્વાદ લેવા માટે અલગ-અલગ રીત અપનાવવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં તે ક્યારેય પણ ધ્યાન આપતા નથી. કારણ કે, મકાઈના રેશા પણ ઘણા કામના હોઈ શકે છે. સામાન્ય રીતે મકાઈના વાળ એટલે કે, કોર્ન સિલ્કના લોકો ફેંકી દેતા હોય છે, જ્યારે કે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. પેટ, મેલેરિયા, સોરાયસિસ અને દિલથી સંબંધિત બીમારીઓમાં તેનો ઉપયોગ થાય છે.

કિડની સ્ટોનથી બચવા માટે

ડૉક્ટરોના મત પ્રમાણે, મકાઈના રેશાનો ઉપયોગ કિડની સ્ટોનથી બચવા માટે કરવામાં આવે છે. જ્યારે કિડનીમાં નાના-નાના ક્રિસ્ટલ બની એકઠા થઈ જાય છે તો તે પથરીનુ રૂપ લઈ શકે છે. જેનુ કારણે તેજ દર્દ ઉઠે છે. મકાઈના વાળનું સેવન કરવાથી પેશાબ વારંવાર આવે છે અને તેનાથી કિડની સ્ટોનનું જોખમ ઓછુ થાય છે. તો આ ઉપાય કિડની સ્ટોનથી બચાવે છે ન કે તેની સારવાર છે.

પેશાંબ સંબંધી ઈન્ફેક્શનમાં ફાયદો

યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શન (UTI) સૂક્ષ્મજીવોથી થનાર સંક્રમણ છે. મહત્તમ UTI બેક્ટિરિયના કારણે થતુ હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ ફંગસ અને વાયરસથી પણ ફેલાય છે. UTI ને ઠઈક કરવા માટે મકાઈના વાળ એન્ટી-ઈંફ્લેમેટરી એજન્ટના રૂપમાં કામ કરે છે. આ પેશાબની બળતરાને રોકે છે. મકાઈના વાળની ચા પીવાથી મૂત્રાશય અને મૂત્ર માર્ગના સોજો ઠીક થાય છે. તેના સેવનથી પેશાબ આવે છે અને મૂત્ર માર્ગમાં બેક્ટીરિયા બનવાનું જોખમ ઓછુ થાય છે.

બ્લડ પ્રેશરને કરે ઓછુ

હાઈ બ્લડ પ્રેશર માટે રોગીઓને મકાઈના વાળ ફાયદાકારક સાબિથ થઈ શકે છે. મૂત્રવર્ધક હોવાને કારણે આ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં સહાયક છે. ઉંદર પર કરવામાં આવેલ અભ્યાસમાં બ્લડ પ્રેશરના સ્તરમાં ઘટાડો જોવામાં આવ્યો છે. તેનુ કારણ હતુ કે, મકાઈના વાળના અર્કથી એંજિયોટેનસિન-કંવર્ટિંગ અંજાઈમની ગતિવિધિ ઓછી થવી.

જાડાપણાથી રાહત

મકાઈના વાળથી છુટકારો મેળવવામાં સહાયક હોઈ શકે છે. શરીરમાં વોટર રિંટેશન અને ઝેરીલા પદાર્થ જામી જવાને કારણે કેટલાક લોકો જાડાપણાથી ગ્રસ્ત થઈ જાય છે. મકાઈના વાળ આ વસ્તુને શરીરની બહાર કાઢવામા મદદ કરે છે અને તેનાથી વજન ઘટવાની પ્રક્રિયા વધી જાય છે.

READ ALSO

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV