GSTV
Health & Fitness

ભોજનને ગાર્નિશ કરતી કોથમીરમાં છે અપાર પોષક તત્વો

અત્યારે શિયાળાના સમયમાં ભરપૂર માત્રામાં લીલીછમ કોથમીર મળતી હોય છે ગૃહિણીઓ કોથમીરની ચટણીથી માંડીને કોથમીરના પૂડલા જેવી વિવિધ વસ્તુઓ બનાવીને પરિવારને પીરસે છે રોજબરોજના જીવનમાં ઉપયોગી એવી કોથમીર ઘણા પોષક તત્વો ધરાવે છે એટલા માટે જ કોથમીરને રોજિંદા જીવનના આહારમાં સામેલ કરવામાં આવી છે.

લીલીછમ કોથમીરમાં પૉટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને આ બધા તત્વ બીમારીઓથી આપણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. કોથમીર રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા સુંગંધિત લીલા પાન છે જે ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

કોથમીરમાં રહેલા પોષક તત્વો  શરીરમાંથી કૉલેસ્ટ્રોલ ઓછુ કરીને તેને કંટ્રોલમાં રાખે છે. એક સંશોધન પ્રમાણે  જો કોઇને હાઇ કોલેસ્ટ્રોલની ફરીયાદ હોય તો  તેમણે આખા ધાણા ઉકાળીને તે ઉકાળેલું પાણી પીવું જોઇએ.

વજન ઘટાડવા ઇચ્છો છો તો કોથમીરના બીજનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. તેના માટે તમે ત્રણ મોટા ચમચા કોથમીરના બીજ એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધાથી ઓછું થઇ જાય ત્યારે તેને ગાળી લો. આ પાણીને દરરોજ બે વાર પીવાથી વજનમાં ઘટાડો થશે

જો તમને પેટ સંબંધિત કોઇ સમસ્યા છે તો બે કપ પાણીમાં કોથમીરના બીજ, જીરું, ચા પત્તી અને ખાંડ નાંખીને સારી રીતે મિક્સ કરી લો. આ પાણી પીવાથી એસિડિટીમાં આરામ મળે છે. પેટમાં દુખાવો થતો હોય તો અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણાના બીજ નાંખીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

કોથમીરની એક ઝૂડી લઇને  તેને સાફ કરી ઝીણા સમારીને  પાણીમાં નાખી  10 મિનિટ સુધી ઉકાળવું ત્યાર બાદ તેને ગાળીને ભોટલમાં ભરી લેવું   અને રોજ એક ગ્લાસ એ  પાણી પીવું તેનાથી  પેશાબ વાટે મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે. તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મૂકી શકો છો.)

Related posts

હેલ્થ/ દારૂ ના પીતા હોય તો પણ લીવર થઇ શકે છે ડેમેજ, આ 4 વસ્તુઓથી બચીને રહેજો

Karan

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk

Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ

GSTV Web Desk
GSTV