GSTV
Home » News » 1 જાન્યુઆરી એટલે કે એ દિવસ જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ રાતે પાણીએ રોઇ હતી

1 જાન્યુઆરી એટલે કે એ દિવસ જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ રાતે પાણીએ રોઇ હતી

શાહીદ આફ્રિદીએ જ્યારે 37 બોલમાં સેન્ચુરી ફટકારેલી ત્યારે લોકો આફરીન પોકારી ગયા હતા. એ પહેલા સૌથી ઓછા બોલમાં મારેલી સેન્ચુરી 48 બોલમાં હતી. જે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ફટકારી હતી. આફ્રિદીએ તેનાથી એક બે નહીં પૂરી 11 બોલ ઓછી રમી આ કારનામો કરી બતાવ્યો હતો. 4 ઓક્ટોબર 1996માં 17 વર્ષ, 2 મહિના અને 27 દિવસના છોકરાએ કરેલો આ કારનામો હતો. જે પછી 1 જાન્યુઆરી 2014માં કોરી એન્ડરસને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ ધ્વંસ કરી નાખ્યો. માત્ર 36 બોલમાં કોરી એન્ડરસને રનોની બોછાર કરી દીધી.

એ મેચ વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે હતો. મેચમાં વરસાદ પડ્યો અને મેચ કેન્સલ કરવાની નોબત આવી પડી હતી. મેચ કેન્સલ થઇ ગઇ હોત તો આફ્રિદીનો રેકોર્ડ અણનમ રહેવાનો હતો. પણ અચાનક મેઘરાજા રોકાઈ ગયા. મેચ 21 ઓવરની કરી નાખવામાં આવી. વેસ્ટ ઈન્ડિઝની ભૂલ એ થઈ કે તેમણે પહેલી બેટીંગ ન્યૂઝિલેન્ડને આપી દીધી. કોરી એન્ડરસન મેદાનમાં ઉતર્યો અને તેણે 36 બોલમાં સેન્ચુરી ફટકારી આફ્રિદીના રેકોર્ડને તોડી નાખ્યો.

આ મેચ ખૂબ ભયાનક હતો. જેમાં 51 બોલમાં 104 રન ફટકારી જેસ્સી રાઇડરે વેસ્ટ ઇન્ડિઝની કમર ભાંગી નાખી તો બીજી તરફ રેકોર્ડ બનાવવા તરફ આગેકૂચ કરી રહેલો કોરી એન્ડરસન તો ખરો જ. ત્યારે દિવાળી ચાલી ગઇ હતી પણ અસલી દિવાળી 1 જાન્યુઆરીના આ દિવસે જોવા મળી હતી. ન્યૂયેર પછી બોમ્બમારીનો વિસ્ફોટ મેદાનમાં થઈ રહ્યો હતો. રાઈડરની બેટીંગ ક્રૂરતાની શ્રેણીમાં આવી રહી હતી. પણ કોરી એન્ડરસન તેનાથી પણ વધારે ભયાનક હતો. એવું કહી શકો કે અભિમન્યુ જ્યારે સાત કોઠા વિંધવા મેદાનમાં ઉતર્યો હોય. 203ના સ્ટ્રાઇક રેટથી આ ભાઇડો રમી રહ્યો હતો. કોરી એન્ડરસન સામે જેસ્સી રાઈડર રમી રહ્યો હતો પણ તેની બેટીંગ બિલ્કુલ દ્વવિડ સ્ટાઇલમાં જોવા મળી રહી હતી. કારણ કે કોરી એન્ડરસન એટલી ફાસ્ટ અને હાર્ડ હિટીંગ બેટીંગ કરી રહ્યો હતો કે મેદાનમાં બોલ દેખાઈ જ નહોતો રહ્યો.

કોરી એન્ડરસને આ મેચમાં 14 છગ્ગા ફટકાર્યા. 47 બોલનો ટોટલ તેણે સામનો કર્યો. 279ના ભયંકર સ્ટ્રાઇક રેટ સાથે તેણે 131 રન બનાવી નાખ્યા. જો એ મેચ 50 ઓવરનો હોત તો કદાચ એ દિવસે ડબલ સેન્ચુરીનો નવો કિર્તીમાન રચાત. પણ એ થઈ ન શક્યું.

એન્ડરસન અને જેસ્સી રાઇડરની ઢાંસુ બેટીંગના બળે ન્યૂઝિલેન્ડે 21 ઓવરમાં 283 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 21 ઓવરમાં 124 રન બનાવી શકી. ન્યૂઝિલેન્ડ આ મેચ 159 રનોથી જીતી ગઇ. પણ વેસ્ટ ઇન્ડિઝના દિવસમાં કાળચક્ર જ હતું. તેના આગામી વર્ષે એટલે કે 2015માં એ બી ડિવિલિયર્સે 31 બોલમાં સેન્ચુરી ફટકારી નવો વિશ્વ કિર્તીમાન રચી દીધો, જે આજે પણ અતૂટ છે. પણ આજે નવા વર્ષની શરૂઆત છે. 1લી જાન્યુઆરી છે એટલે કોરી એન્ડરસનની એ ઇનિંગને યાદ કરવાની રહી.

READ ALSO

Related posts

વિધવા અને કુવારી યુવતીઓને ટાર્ગેટ બનાવતા નાઈઝીરીયન યુવક અને નાગાલેંડની મહિલાની ધરપકડ

Nilesh Jethva

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

નવો મોટર વિહિકલ એક્ટ અમલમાં આવતાની સાથે જ આરટીઓની દંડની આવકમાં થયો ઘટાડો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!