GSTV
India News ટોપ સ્ટોરી

મહામારી/ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, Corbevax વેક્સિનને મળી શકે છે મંજૂરી

બાળકો

દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે ત્યારે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ થઈ ગયો છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ના નિષ્ણાતોની પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Covid-19 વેક્સિન Corbevaxના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી છે. ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની અંતિમ મંજૂરી પહેલા વેક્સિનને DCGIની મંજૂરી મળે તેની રાહ છે. હાલ આ વેક્સિન 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવી રહી છે.

CDSCOની કોવિડ-19 વિષયના નિષ્ણાતોની સમિતિએ બાયોલોજિકલ-ઈના ઈમરજન્સી ઉપયોગ અંગેની અરજી મામલે વિચાર-વિમર્શ કરીને 5થી 11 વર્ષની ઉંમરના બાળકો માટે કોર્બેવેક્સને મંજૂરી આપવા ભલામણ કરી છે. હૈદરાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત, કોર્બેવેક્સ કોવિડ-19 સામે ભારતની પહેલી સ્વદેશીરૂપે વિકસિત RBD પ્રોટીન સબ-યુનિટ વેક્સિન છે. ગત 16મી માર્ચથી 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને કોર્બેવેક્સ આપવામાં આવી રહી છે.

બાળકો

બાળકો પણ આ નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે

દુનિયાભરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. ભારતમાં પણ કોરોનાના નવા XE વેરિઅન્ટના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની અગાઉની લહેરમાં બાળકો પર તેની અસર બહુ ગંભીર ન હતી, પરંતુ હવે બાળકો પણ આ નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા બે સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, જો બાળકને કોરોના વાયરસ હોય તો પણ, માતાપિતાએ ગભરાવાની જરૂર નથી, કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અને સમયસર સારવારને કારણે બાળકો ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. જો કે, આ લક્ષણોને સમયસર ઓળખવું મહત્વપૂર્ણ છે.

બાળકોમાં કોરોનાના XE વેરિઅન્ટના લક્ષણો –

XE વેરિઅન્ટ કોવિડ-19ના અગાઉના વેરિએન્ટ કરતાં વધુ સંક્રામક હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બાળકોને આ નવા વેરિએન્ટના સંક્રમણથી સુરક્ષિત રાખવા જરૂરી છે. જો તમે બાળકોમાં આ લક્ષણો જુઓ છો, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

  • તાવ
  • વહેતુ નાક
  • ગળામાં દુખાવો
  • શરીરમાં દુખાવો
  • સૂકી ઉધરસ
  • ઉલટી
  • ઝાડા

ચિલ્ડ્રન્સ મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ- સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના આ નવા વેરિએન્ટથી સંક્રમિત બાળકોના શરીરમાં વિભિન્ન અંગોમાં સોજો પણ આવી શકે છે, બાળકોને કેટલાક અઠવાડિયા સુધી આ સોજાનો સામનો કરવો પડી શકે છે. બાળકોના શરીરમાં સોજાની આ સ્થિતિને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) કહેવામાં આવે છે. તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ગરદનનો દુખાવો, ફોલ્લીઓ, ઉલટી અથવા ઝાડા, લાલ આંખો, થાક લાગવો, હોઠ ફાટવા, હાથપગમાં સોજો, ગળામાં સોજો અને પેટમાં દુખાવો છે. નિષ્ણાતો કહે છે કે જો તમારા બાળકમાં આવા કોઈ લક્ષણ જોવા મળે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Read Also

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV