GSTV
Trending Videos Viral Videos

Viral Video/ બિલાડીએ કરી માલકીનની કોપી, જોઈને તમને પડી જશે મજા

સોશિયલ મીડિયા પ્રાણીઓના વીડિયોથી ભરેલું છે. મજેદારથી લઈને ઈમોશનલ અને શોકિંગ તમને દરેક પ્રકારના વીડિયો જોવા મળશે. કેટલાક પ્રાણીઓ એવા છે જેમના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કુતરા અને બિલાડીના નામ સામેલ છે. આ બંને સૌથી વધારે પાળવામાં આવતા પ્રાણીઓ છે. એમાંથી કુતરા તો એવા પ્રકારના પ્રાણી હોય છે જેમને જે પણ શીખવાડીએ જલ્દી શીખી જાય છે. આ મામલામાં બિલાડી પણ કઈ ઓછી નથી.

બિલાડી

સોશિયલ મીડિયા પર આજકાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ તેને “કોપી કેટ બિલ્લી” કહેશો.

બિલાડી તેના માલકીનની સાથે સાથે એક્સરસાઇઝ કરે છે અને જેવું માલકીન કરે છે બિલાડી પણ તેવું જ કરે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે મહિલા એક્સરસાઇઝ કરતા કરતા અચાનક ગુલાટી મારવા લાગે છે. પછી તો શું? બિલાડી પણ તેના જેવું જ કરવા લાગે છે. તે પણ ધીરે ધીરે તેની પાસે આવે છે અને ગુલાટી મારે છે. આ જોઇને મહિલા ખડખડાટ હસે છે. તમે કુતરાઓને માણસોની આ રીતે નકલ કરતા જોયા હશે, પરંતુ બિલાડીઓને આવું કરતી જોવાની ખૂબ જ મજા આવે છે. આ વિડિયો જોયા પછી તમે ચોક્કસ હસતા જ રહી જશો.

બિલાડી

આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @gatinarios નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

જે ઉંમરે બાળકો રમે છે, મારું બાળક ઈન્જેક્શન ગણતું હતું, કેન્સરના દર્દીની હાલત સાંભળીને અમિતાભ થઈ ગયા ભાવુક

Kaushal Pancholi

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa
GSTV