GSTV

‘ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે’ કહી નીતિન પટેલે આ મોટી યોજના જાહેર કરી

Last Updated on February 27, 2020 by Mayur

ગુજરાત સરકાર દ્રારા સૌર અને પવન ઉર્જા પર ભાર મુકતા ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કુલ રૂ ૧૩,૯૧૭ કરોડની રૂપિયાની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, મને આ સન્માનનીય સભાગૃહને જણાવતા આનંદ થાય છે કે, કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કના નિર્માણથી, તે એક જ સ્થળેથી સૌર અને પવન ઊર્જા દ્વારા વાર્ષિક ૨૫, ૦૦૦ મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરતું દુનિયાનું સૌથી મોટું સ્થળ બનશે.

ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી

ખેડૂતોની વર્ષો જૂની માગણીને પૂર્ણ કરતાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, અમારી સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા વીજ જોડાણ, સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે. જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરું છું. આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.૩૫૦૦ કરોડનું આયોજન છે. જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ.

સૌર અને પવન ઉર્જા અંગે અન્ય મહત્વની જાહેરાતો

 • આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.૧૪૮૯ કરોડની જોગવાઇ.
 • ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા માટે સબસિડી આપવા રૂ ૭૩૮૫ કરોડની જોગવાઈ.
 • લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે સબસિડી આપવા માટે રૂ.૯૧૨ કરોડની જોગવાઈ.
  તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્ય વીજળી પૂરી પાડવા માટે રૂ.૭૬૫ કરોડની સબસિડીની જોગવાઈ.
 • આગામી વર્ષે ૧૪૦ નવા સબસ્ટેશનો સ્થાપવાનું આયોજન છે . જે માટે રૂ.૪૨૧ કરોડની જોગવાઈ.
 • GETCOના સબસ્ટેશનની નજીકમાં આવતી સરકારી જમીનમાં ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા તબક્કાવાર ૨૫૦૦ મેગાવોટ સૌર ક્ષમતાના સોલાર પી . વી . પ્રોજેક્ટ સ્થાપના અંતર્ગત , આ વર્ષે ૨૫૦ મેગાવોટ ઉત્પન્ન કરવા રૂ. ૪૪૯ કરોડની જોગવા .
 • જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા , નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે , લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે , કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.૩૦૫ કરોડની જોગવાઈ .
 • ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇલેકિટ્રસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશનને શેરમૂડી ફાળા માટે રૂ.૨૭૫ કરોડની જોગવાઈ.
 • ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડના પાવર જનરેશન યુનિટોના આધુનિકીકરણ અને રેટ્રોફિટિંગ માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ.
 • પ્રધાનમંત્રી કુસૂમ યોજના અંતર્ગત ૧૮, ૫૦૦ ગ્રીડ કનેકટેડ પંપને સોલારાઇઝ કરવા તથા સ્ટેન્ડ અલોન – ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે કુલ રૂ.૧૨૫ કરોડની જોગવાઇ.
 • રાજ્યના ઓછી આવક ધરાવતા તેમજ આદિજાતિ, અનુસૂચિત જાતિના પાત્રતા ધરાવતા અંદાજે ૪૬, ૨૫૦ પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવા રૂ.૨૫ કરોડની જોગવાઇ.

READ ALSO

Related posts

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

pratik shah

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!