વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર 1’ (Coolie no 1) ની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે જેને લઈને ફિલ્મ મેકર્સે હવે મોટો નિર્ણય લીધો છે. અગાઉ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં રિલીઝ થશે એવા અહેવાલ હતા. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે આ ફિલ્મને મોટા પડદા પર જ રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.
મે 2020એ રિલીઝ થવાની હતી ફિલ્મ
અગાઉ આ ફિલ્મ પહેલી મે 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસને કારણે મનોરંજન ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઉથલપાથલમાં મુકાઈ ગયો છે. જ્યારે કેટલીક ફિલ્મ્સનું શૂટિંગ બંધ થઈ ગયું છે, ત્યારે કેટલીક ફિલ્મો પૂર્ણ થયા પછી પણ રિલીઝ થઈ શકી નથી તો ઘણી ફિલ્મની રિલીઝ પણ અટકી ગઈ છે.

આવતા વર્ષે રિલીઝ કરવાનો નિર્ણય
અજય દેવગણની ‘મેદાન’ પછી હવે વરુણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ પણ આવતા વર્ષે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ 2021ની પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘કુલી નંબર 1’ ની રીમેક છે. તેના ડાયરેક્ટર પણ ડેવિડ ધવન જ હતા.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં