બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ હાલમાં ખૂબ ચર્ચામાં છે. વર્ષ 2020ના અંતમાં આ ફિલ્મ દર્શકોમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે તૈયાર છે. ફિલ્મના ગીતો એક પછી એક રિલીઝ કરવામાં આવી રહ્યા છે, જેને દર્શકોને ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે ફિલ્મનું નવું ગીત ‘મમ્મી કસમ’ રિલીઝ થઈ ગયું છે. ગીતમાં વરુણ-સારાની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
‘કુલી નંબર 1’, ‘ભાભી’ અને ‘હુસ્ન હૈ સુહાના’નાં ગીતો તાજેતરમાં ટોચ પર છે જ્યારે ‘મમ્મી કસમ’ ગીત પણ ધમાલ મચાવા માટે તૈયાર છે. આ ગીતને તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું છે અને તેમાં મેલોડી સાથે ઉદિત નારાયણ, મોનાલી ઠાકુર અને રેપર ઇક્કા સિંહના શ્રેષ્ઠ અવાજોનો શાનદાર નમૂના સાંભળવા મળશે. ગીતનાં લિરિક્સ શબ્બીર અહેમદે લખ્યા છે. પહેલીવાર બંનેની કેમિસ્ટ્રી રંગ જમાવતી જોવા મળશે.

નિર્માતા જેકી ભગનાનીએ જણાવ્યું કે, ‘મમ્મી કસમ ફિલ્મના ઓરિજિનલ ટ્રેકમાંનું એક છે જે તમામ ઉંમરના સંગીત પ્રેમીઓને આકર્ષવા માટે બનાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ‘કૂલી નંબર 1’ની લાગણી અને અહેસાસ સાથે પણ સુંદર રીતે મેળ ખાય છે. આ એક અલગ પ્રકારનું મનોરંજક ગીત છે. ફિલ્મના મૂળમાં જે રોમેન્ટિક અને કોમિક વાત છે, તેને આ ગીત શાનદાર રીતે બહાર લાવે છે. તનિષ્ક બાગચીનું સંગીત નાચવા પર મજબૂર કરી નાખશે.’
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં