GSTV
Bollywood Entertainment Trending

વરુણ-સારાની ‘Cooli No 1’ના પોસ્ટરમાં ખૂલ્યું રહસ્ય, ફિલ્મમાં જોવા મળશે આવુ કંઈક

Cooli no 1

વરુણ ધવનની કૂલી નંબર વન (Cooli no 1)માં કોરોનાની મહામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વાત સાચી છે? આ સવાલ ઇન્ટરનેટ પર વાયરલ થયેલો છે. વરુણ ધવને તેની આગામી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું ત્યાર બાદ આ સવાલ પેદા થયો હતો કેમ કે પોસ્ટરમાં તે ચહેરા પર માસ્ક બાંધીને દેખાય છે.

Corona અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત

આ પોસ્ટર જોઇને યુઝર્સે એવુ તારણ કાઢ્યું હતું કે આ ફિલ્મમાં કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે કાંઈક દેખાડશે. વરુણના એક ફેન આ પોસ્ટર સાથેની પોસ્ટ અંગે લખ્યું હતું કે પ્રજા માટે નવો વિષય છે, સારો વિષય છે.  બીજાએ લખ્યું છે કે લાગે છે કે આખી ફિલ્મ માસ્ક પહેરીને જ બનાવવામાં આવી છે. કોઈએ જિજ્ઞાસામાં એમ પણ લખ્યું છે કે આ ફિલ્મ ઓટીટી પર આશે તે સિનેમાઘરોમાં આવશે.

1995માં આવી હતી ગોવિંદાની ફિલ્મ

1995માં ગોવિંદાને લઈને એક ફિલ્મ આવી હતી કુલી નંબર વન. આ ફિલ્મમાં ગોવિંદા અને તેના પિતાના રોલમાં કાદરખાન હતા. હવે તેની આ રિમેકમાં વરુણ ધવને કેટલી હદે ગોવિંદાને ન્યાય આપી શકે છે તે જોવાનું રહેશે.

Read Also

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV