શરીરમાં આયર્નની ઉણપથી એનીમિયા બીમારી થવાનો ખતરો રહે છે, જેને દૂર કરવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તજજ્ઞોનું માનવું છે કે, થોડાંક મહીના સુધી સતત બાળકોને લોખંડના વાસણમાં ખાવાનું આપવાથી તેમની અંદર લોહીની ઉણપ નહીં થાય અને તેમના હિમોગ્લોબિન સ્તરમાં પણ સુધારો આવશે. આ તમામ ફાયદાઓને અપનાવવા અને આયર્નની ઊણપને દૂર કરવા માટે લોકો સામાન્ય રીતે લોખંડની કડાઈમાં ખાવાનું પકાવે છે પરંતુ શું તમે જાણો છો કે લોખંડના વાસણોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઇએ, તેના થોડા પણ ખોટા ઉપયોગથી તમેમોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો જેથી તમારે લોખંડના વાસણોનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું જરૂરી છે.

ખાવાનું બનાયા બાદ તેને તુરંત કોઇ અન્ય વાસણમાં નાખો
લોખંડના વાસણોમાં ખાવાનું પકાવ્યા બાદ તેને તુરંત જલ્દીમાં જલ્દી કોઇ બીજા વાસણમાં નાખી દો, એમાંય ખાસ કરીને કાંચના વાસણો અને સ્ટેઇનલેસ સ્ટીલના વાસણમાં નાખી દો. કારણ કે લોખંડના પાત્રમાં શાકભાજી પકવતા તેમાં જલ્દીમાં જલ્દી કાળાપણું આવી જાય છે.
ભૂલથી પણ ન ખાઓ આ પદાર્થ
લોખંડના વાસણમાં ખાટી ચીજો ભૂલથી પણ ના ખાવી જોઇએ. ખાટી અથવા તો એસિડ પદાર્થ લોખંડની સાથે રિએક્શન કરીને તમારા ખાવામાં ખરાબ સ્વાદ પેદા કરી શકે છે. જે તમારા મોંનો સ્વાદ બગાડે છે સાથે સ્વાસ્થ્ય પણ.

દરરોજ ખાવાનું પકવવું એ પણ ખોટું
લોખંડના વાસણમાં સપ્તાહમાં માત્ર બે વાર અથવા તો ત્રણ વાર જ ખાવાનું બનાવવું જોઇએ. આ સાથે મજબૂત હાથોથી સફાઇ ન કરો, એની માટે હલ્કા ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવો એ સૌથી ઉત્તમ છે.
READ ALSO :
- ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન
- જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત
- મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન
- કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!
- જાણવા જેવું/ Telegram આપી રહી છે Whatsappને ટક્કર, એપમાં સામેલ કરાયા આ શાનદાર સેફ્ટી ફીચર