Video: ભારતના આ ઘાતક બોલરે માત્ર આટલી જ ઓવરમાં ઝડપી 10 વિકેટ, ત્રણવાર લીધી હેટ્રિક!

Cooch Behar U19 Trophy માં કંઇક એવું થયું કે સૌકોઇ દંગ રહી ગયાં. મણિપુર અને અરુણાચલ પ્રદેશ વચ્ચે મેચ રમાઇ રહી હતી. જ્યાં મણિપુરના ઘાતક બોલર રેક્સ રાજકુમાર સિંહે 10 વિકેટ ઝડપી. અનંતપુરમાં રમાયેલી આ મેચમાં રેક્સે ઘાતક બોલીંગ કરતાં સૌકોઇ અચંબિત રહી ગયાં હતી. તેણે 9.5 ઓવરમાં ફક્ત 11 રન આપ્યા અને 6 મેડન ઓવર કાઢી. આ ઉપરાંત 10 વિકેટ પણ ઝડપી. અરુણાચલ ફક્ત 36 રન જ બનાવી શક્યું. સાથે જ મણિપુરે 10 વિકેટે મેચ જીતી.

પોતાની ધારદાર બોલીંગથી તેણે 5 બેટ્સમેનને બોલ્ડ કર્યા, 2 એલબીડબલ્યૂ અને બે કેચ વિકેટકીપરને તથા એક ગલીમાં કેચ થયો. ત્રણ વાર તો તેણે હેટ્રિક લીધી. પહેલી ઇનિંગમાં પણ તેમણે શાનદાર બોલીંગ કરી. 33 રન આપીને તેણે 5 વિકેટ ઝડપી. તેણે આ મેચમાં 44 રન આપીને 15 વિકેટ ઝડપી. ગત મહિને જ રેક્સ સિંહે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યુ હતું. તેણે આવતાંવેચ જ શાનદાર પ્રદર્શન કર્યુ.

તેની આ બોલીંગની સરખામણી ઇરફાન પઠાણ સાથે કરવામાં આવી રહી છે. લોકો તેના એક્શનને પઠાણ જેવી ગણાવી રહ્યાં છે. પઠાણ બોલ નાંખતા પહેલાં જેવી રીતે ઉછળે છે તેવી જ રીતે એક્સ પણ કરે છે. અનિલ કુંબલેએ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં 10 વિકેટ ઝડપી છે. 7 ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સામે ટેસ્ટમાં ફિરોઝ શાહ કોટલામાં તેણે 10 વિકેટ ઝડપી હતી. 74 રન આપીને તેણે આ ઉપલબ્ધી મેળવી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter